એરોટ્રાન્સ રિવરફ્રન્ટ વોટર એરોડ્રોમથી મચ અવેટેડ હેલિકોપ્ટર જાેયરાઈડ્સ અમદાવાદમાં ટૂંક સમયમાં ફરી શરૂ થશે. ગુજરાત સરકાર સાથેના કરાર હેઠળ ૧૨ ઓગસ્ટ ૨૦૨૩ થી રાઈડ્સ શરૂ થશે. અમદાવાદમાં જાેયરાઈડ્સની મજા તમે દર શનિવાર અને રવિવાર અને ચોક્કસ જાહેર રજાઓ પર માણી શકશો. દરરોજ ૭૫ મુસાફરોને આ મુસાફરીની મજા માણશે. આ જાેયરાઈડનો અંદાજિત સમય ૧૦ મિનિટનો છે. આ જાેયરાઈડનું ભાડું ૨,૪૭૮ પ્રતિ પ્રવાસી પ્રતિ રાઈડ છે. આ જાેયરાઈડ માટેનું સમયપત્રક અને ઓનલાઈન બુકિંગની માહિતી એરોટ્રાન્સની વેબસાઈટ પર મળી રહેશે. હેલિકોપ્ટર જાેયરાઈડ્સની સવારી કરતી વખતે આરોગ્ય અને ફ્લાઈટ સલામતીને સર્વોચ્ચ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં ૭,૫૦૦ લોકોએ જાેયરાઈડની મજા માણી છે.
અમદાવાદમાં ૧૨ ઓગસ્ટથી હેલિકોપ્ટર જાેયરાઈડ શરૂ થશે

Recent Comments