fbpx
ગુજરાત

અમદાવાદમાં ૧૩૨ ફૂટ રિંગરોડ પર ખાડારાજઃ તંત્ર એક્શન મોડમાં

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ૧૯ જુલાઇ સુધીમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે. પરંતુ ખરેખરમાં અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જાેવા મળી રહ્યા છે.

અમદાવાદના મધ્યેથી પસાર થતા ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર મેટ્રોનું કામ અને પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઇને દર ૧૦૦ મીટરના અંતરે ખાડો ખોદેલો જાેવા મળે છે. પરિણામે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ખાડામાંથી ઉલેચેલ માટીને લઈને પણ સતત ધૂળ ઊડતી હોય છે. આવામાં જાે વરસાદ પડે તો રોડ ચીકણો થવા ઉપરાંત ભૂવા પડવાથી પણ અકસ્માતો બનવાની સંભાવના છે. ત્યારે આસપાસના નાગરિકોએ આ કામ તુરંત પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી વ્યકત કરી છે.

ચોમાસામાં મોટાભાગનું અમદાવાદ ખાડા નગર બને છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જાેવા મળે છે. ૧૩૨ ફૂટ રિંગ રોડ પર પણ પાણી ભરાવાની સમસ્યા પહેલેથી જ છે. વધારામાં આ પ્રકારની પ્રવૃત્તિઓથી નવી સમસ્યાનું સર્જન થઇ શકે છે. ત્યારે નવી ચૂંટાયેલી એએમસીની ટીમ આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી લોકોની આશા છે.

Follow Me:

Related Posts