ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી છે. એની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં છે. પાર્કિંગમાં ઊભેલી કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હજુ વરસાદ પડશે તો પરિસ્થિતિ કેવી થશે એવી એપાર્ટમેન્ટના રહીશોને ચિંતા છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતાં ત્રણેય અંડરબ્રિજ બંધ કરવા પડયા હતા. ફરી વરસાદ શરૂ થતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે. પડેલા ધોધમાર વરસાદને કારણે અમારા એપાર્ટમેન્ટનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીથી ભરાઈ ગયો છે. નીચેના માળે રહેતા તમામ લોકોને ઘર છોડીને બીજાના ઘરમાં રહેવાની ફરજ પડી છે. તેમનો ઘરવખરીનો સામાન પલડી ગયો છે અને ભારે નુકસાન થયું છે. વાહનો પણ પાણીમાં ડૂબી ગયાં છે. રાતથી જ વરસાદને કારણે લાઈટો બંધ થઈ ગઈ છે. હજી સુધી લાઈટ આવી નથી. છેલ્લા ૧૨ કલાકથી આ ફ્લેટમાં પાણી ભરાયેલું છે અત્યારે ફ્લેટના રહીશોએ ભારે હાલાકીમાં મુકાયા છે. અગાઉ આ ફ્લેટમાં પાણી ભરાતાં ઝડપથી પાણીનો નિકાલ થતો હતો,
પરંતુ ગુપ્તાનગર તરફ એક ફ્લેટની સ્કીમ બની જતાં પાણીનો નિકાલ થતો નથી. નીચેના માળે આવેલાં અનેક મકાનો અત્યારે પાણીમાં ગરકાવ છે અને લોકોની ઘરવખરી બળી ગઈ છે. પોતાનો કીમતી સામાન કે પૈસા અને દાગીના વગેરે તેમને ઉપરના માળે માળિયામાં મૂકવા પડયા છે. હજી સુધી આ વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી, જેને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અત્યારે થોડુંઘણું પીવાનું પાણી તેમની પાસે છે, પરંતુ જાે ઝડપથી પાણીનો નિકાલ નહીં થાય તો પાણી વગર પણ કહેવું પડે તેવી પરિસ્થિતિ અત્યારે દેવાસ એપાર્ટમેન્ટના રહીશોની થઈ ગઈ છે.અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૪.૨૯ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. વાસણા, પાલડી, એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે.બીજી તરફ શહેરના લોકોએ મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ પર ફોન કરતાં ફોન આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યાં છે.પાલડી ટાગોર હોલનો મુખ્ય કન્ટ્રોલ રૂમ નંબર હાલમાં બંધ થઈ ગયો છે.
૦૭૯૨૬૫૮૨૫૦૧/૦૨ નંબર પર ફોન કરતા ફોન આઉટ ઓફ સર્વિસ બતાવે છે.વેજલપુરના શ્રીનંદનગર-૧ વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવવાના કારણે લોકોને નોકરીએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી ભીના કપડે જવું પડ્યું હતું. વેજલપુર વિસ્તારમાં શ્રીનગર એપાર્ટમેન્ટ અને સોનલ સિનેમા રોડ પર આવેલા અનેક ફ્લેટમાં રાતથી જ લાઈટો બંધ છે.જેના કારણે હજારો લોકો હેરાન પરેશાન થયા છે. નીચેના માળે રહેતા લોકો ઘરવખરી પલળી ગઈ છે. બીજી તરફ, શહેરમાં શાળા-કોલેજાેમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. તમામ ગાર્ડન પણ બંધ કરી દેવાયા છે.બકેરી સિટી વેજલપુરમાં વીજપુરવઠો રાતથી ખોરવાયો છે.ભારે વરસાદના કારણે ગઇકાલ રાતથી વીજળી ગુલ થઈ ગઈ છે. બકેરી સિટીમાં કમર સુધીના પાણી ઘૂસ્યા હતા. વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર પાણી ઓસર્યા નથી.
વેજલપુર સોનલ સિનેમા રોડ થી લઈને ટોરેન્ટ પાવર સુધી હજી પણ પાણી ભરાયેલા છે. જેના પગલે ભારે હાલાકી લોકોને પડી રહી છે. રોડ પર આખી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા પરિસ્થિતિ વણસી છે. શાંતિસદન ૨ કોમ્પ્લેક્સમાં ભોંયરામાં આવેલી દુકાનો આખી ડૂબી ગઈ છે. પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં ૨.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં ૧૪ ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં ૧૨ ઈંચ વરસાદ પડ્યો છે.
Recent Comments