ગુજરાત

અમદાવાદમાં ૩૧મી ઓક્ટોબરે ડ્ઢઈર્ં કચેરીના કર્મચારીઓ ઉજવશે “રાષ્ટ્રીય એકતા દિવસ”

૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી છે, તે દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે દર વર્ષે સરકારી કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લેવડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ લીધા હતા. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા રાજ્યના તમામ શિક્ષણ અધિકારીની કચેરીએ શપથ લેવા પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેને લઈને અમદાવાદ શહેરની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે તમામ અધિકારી તથા કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. શપથમાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા તથા દેશની આંતરિક સુરક્ષામાં પૂરું યોગદાન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Related Posts