fbpx
ગુજરાત

અમદાવાદીઓએ પતંગની મોજ માણી હોટલો પર લાઈનો લગાવી

ઉત્તરાયણના દિવસે પતંગબાજી બાદ લોકો બલૂન અને ચાઈનીઝ તુક્કલ ઉડાવતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી સરકાર દ્વારા તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં ગેરકાયદેસર રીતે અગાઉ વેચાતી હતી અને લોકો ઉડાડતા હતા. પરંતુ આ વર્ષે આકાશમાં એક પણ તુક્કલ કે બલૂન ઉડતું જાેવા મળ્યું નહોતું. આ વર્ષે ક્યાંક આતશબાજી તો ખ્યાલ શાંત વાતાવરણ જાેવા મળ્યું હતું પરંતુ ક્યાંય તુક્કલ નહોતી દેખાઈ.તહેવારમાં લોકો મોટા ભાગે હોટલ રેસ્ટોરાંનું જમવાનું પસંદ કરે છે ત્યારે ઉત્તરાયણમાં પણ આખો દિવસ ધાબે વિતાવ્યા હતો. ત્યારબાદ લોકોએ રાતે જમવા માટે રેસ્ટોરાં, કેફેમાં જવાનું પસંદ કર્યું હતું. જેના કારણે ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, પિઝા શોપ, કેફે સહિતની જગ્યાઓ પર લોકોની લાંબી લાઈન લાગી છે.કેટલીક જગ્યાએ લોકો લાંબી લાઈનમાં ઉભેલા પણ જાેવા મળ્યાં હતા. ૧૦ વાગ્યાનું કર્ફયૂ હોવાને કારણે પણ લોકો સાંજથી જમવા માટે પહોંચ્યા હતા.ઉત્તરાયણના પર્વ પર અમદાવાદીઓએ પતંગબાજીના મોજ માણી હતી. આખો દિવસ એ કાપ્યો છે… લપેટની બૂમો વચ્ચે પસાર કર્યો હતો. તો સાંજ થતાં જ પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ ઉડાડવાને બદલે આતશબાજી કરી હતી. તો પતંગ ઉપરાંત બલૂન પર ઉડાડ્યા હતા. રાત પડતાં જ થાક્યાપાક્યા લોકો ઘરે જમવાનું બનાવવાનું પસંદ ન કરીને સીધો જ હોટલ અને રેસ્ટોરાં બહાર લાઈનો લગાવી હતી.

Follow Me:

Related Posts