અમદાવાદીઓની ઉત્તરાયણની મોજ, પક્ષીઓ ઈજાગ્રસ્ત
છેલ્લાં ઘણાં વર્ષોથી એનિમલ લાઈફ કેર સંસ્થા દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વિજય ડાભીનું કહેવું છે કે ઉત્તરાયણના દિવસે ૧૭ જેટલા કોલ અમને મળ્યા હતા અને તેમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયાં હતાં. ચાઈનીઝ દોરીને કારણે પક્ષીઓ ઘાયલ થયાં છે. આરસી ટેક્નિકલ કોલેજ પાસેથી ચાઈનીઝ દોરીથી ઘાયલ થયેલા નકટો પક્ષીનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. નકટો પક્ષી ચાઈનીઝ દોરીને કારણે ખૂબ જ ગંભીર હાલતમાં ઘાયલ થયું હતું. એનિમલ લાઈફ કેરના વેટરિનરી ડોક્ટરે સારવાર આપીને વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરીથી પંતગ ચગાવવો જાેઈએ નહીં. તમારી આજુબાજુ ક્યાં પણ દોરીના ગુચ્છા હોય, દોરી લટકતી હોય તો એનો યોગ્ય નિકાલ કરવો જાેઈએ અથવા નાશ કરવો જાેઈએ છે. આવી દોરીમાં વધારે પક્ષીઓ ભરાય અને મૃત્યુ પામતાં હોય છે.ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે, કારણ કે પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઊડતાં પક્ષીઓ દોરીને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ઉત્તરાયણના તહેવારમાં આવાં ઘાયલ પક્ષીઓની સારવાર અને એમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યૂ કરવા માટે ફાયરબ્રિગેડ, અનેક ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદમાં અંદાજે ૫૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓને ખાનગી સંસ્થાઓ અને એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર કરવામાં આવી હતી. અમદાવાદમાં સૌથી વધુ કબૂતરનાં રેસ્ક્યૂ અને સારવાર કરવામાં આવી હતી.
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સંવેદના બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઇન નામની દ્ગય્ર્ં સંસ્થા દ્વારા નવયુગ સ્કૂલ પાસે ઉત્તરાયણના તહેવારમાં ૧૪-૧૫ જાન્યુઆરી એમ બે દિવસ પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. દ્ગય્ર્ંના વોલન્ટીર કોમલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં અનેક પક્ષીઓ ઘાયલ થતાં હોય છે, જેથી અમે બે દિવસ પક્ષીઓની સારવાર માટે આ કેમ્પ રાખ્યો છે, જેમાં ઉત્તરાયણના દિવસે અંદાજે ૧૫૫થી વધુ જેટલાં પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અલગ-અલગ વોલન્ટીર દ્વારા પક્ષીઓની સારવાર અને રેસ્ક્યૂ કરીને એમને બચાવવામાં આવ્યાં હતાં. આ બે દિવસના કેમ્પ દરમિયાન ૧૨ જેટલા ડોક્ટરો અને ૮૫થી વધુ વોલન્ટીર સેવા આપે છે. અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ગઈકાલે ઉત્તરાયણના દિવસે ૨૧ જેટલાં અને આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૧૪ જેટલાં એમ કુલ ૩૫ જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ કરવામાં આવે છે. સરકારની એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા પણ અમદાવાદ શહેરમાં ૧૩૨ જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
Recent Comments