ગુજરાત

અમદાવાદીઓમાં કેટલી એન્ટીબોડી ડેવલપ થઈ છે તેના માટે થશે સીરો સર્વે, જાણો શું છે સીરો સર્વે

કોરોના સમયમાં અમદાવાદમાં કેટલી એન્ટીબોડી ડેવલપ થઈ છે તેને લઈને અગાઉ જુલાઈ મહિના આસપાસ સીરો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બીજી લહેર બાદ સીરો સર્વે કરવામાં આવ્યો હતો.    જોકે પણ અમદાવાદમાં જ નહીં અમદાવાદ સિવાય ગાંધીનગર, સુરત, વડોદરા સહિત ના અન્ય શહેરોમાં પણ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વેનું કરવાનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં કોરોના બાદ એન્ટીબોડી એટલે કે આ વાયરસ સામે લડવા માટેની કેટલી એન્ટીબોડી છે તે જાણવા આ સર્વે કરવામાં આવી રહ્યો છે.   સીરો સર્વે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારના લોકોમાં 80 ટકા એન્ટીબોડી થઇ હોવાનું તારણ સામે આવ્યુ હતું પરંતુ એન્ટીબોડી ડેવલપ થઇ હોવા છતાં પણ પશ્ચિમ વિસ્તારમાં આ વખતે શહેરમાં સૌથી વધુ કેસ પૂર્વ કરતા પશ્ચિમમાં જોવા મળ્યા છે. તો આ સર્વેમાં જે તારણો આવ્યા છે, આટલી મોટી સંખ્યામાં પશ્ચિમ વિસ્તારમાં કેસ કેમ નોંધાયા છે જેથી ફરી સર્વે કરવામાં આવશે અને તેનું પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે લોકોમાં કેટલી એન્ટીબોડી ડેવલપ થઈ છે. તેમ જ કોરોનાના કારણે કેટલી અસર થઈ છે તે તમામ બાબતો વિશે જાણકારી મળી શકશે.

Related Posts