fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટના રન-વે સમારકામ ને લીધે ૧૦ ફ્લાઇટ ૧૦ દિવસ વડોદરાથી ઓપરેટ થશે

કોરોના મહામારીમાં વડોદરા એરપોર્ટથી મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે બંધ થવાને કારણે દસ દિવસ વડોદરા એરપોર્ટ ઉપર ફ્લાઇટનું શિડ્યુલ વધશે અને વડોદરા એરપોર્ટને આવક વધશે.
વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી ૨૦થી ૩૦ એપ્રિલ સુધી અમદાવાદ એરપોર્ટના રન-વે સમારકામ ને લીધે બંધ રહેશે. જેને પગલે ૧ ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન વડોદરાથી થશે. વડોદરાથી ખાનગી એરલાઈન્સની અંદાજે ૧૦ જેટલી ફ્લાઇટ રોજ આવ-જા કરશે. સત્તાધીશો મુજબ આ ફ્લાઇટમાં રોજના ૫૦ મુસાફરો આવશે તો પણ ૫૦૦ જેટલા મુસાફરો વડોદરા ને રોજ મળશે, જેથી અન્ય આવકમાં વધારો થશે.

આ સાથે ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ ચાર્જ અને ફ્યુઅલની આવક પણ વડોદરા એરપોર્ટને મળશે. જાેકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ રાત્રે કાર્યરત થતી હોવાથી અમદાવાદથી ઉપડશે તેમ જાણવા મળ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે એરલાઇન્સ દ્વારા અમદાવાદથી ઉપાડતી ફલાઈટ વડોદરાથી કાર્યરત કરાતી હોય છે. જેમણે અગાઉ બુકિંગ કરાવ્યું હોય તેમને રિફંડ અથવા ઓલ્ટરનેટ તરીકે વડોદરા ડેસ્ટિનેશનથી મુસાફરી કરવા જણાવાય છે.

Follow Me:

Related Posts