અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને ઝિમ્બાબ્વેથી એક મહિલા આવી રહી છે, તેની સાથે માદક દ્રવ્યો લાવી રહી હોવાની મળેલી બાતમીને આધારે ડીઆરઆઈ અધિકારીઓએ ૧૨ એપ્રિલે એરપોર્ટ પરથી આ મહિલાની ધરપકડ કરી હતી, જે અબુધાબીથી અમદાવાદ આવી હતી. તેના અંગત સામાનની તલાશી લેતાં રૂ. ૪૨ કરોડની કિંમતનું ૫.૯૬૮ કિલો હેરોઈન પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવતાં તેની ધરપકડ કરાઈ હતી. આ મહિલાએ પોતાની હેન્ડ બેગની ચેસીસમાં સંતાડેલી બ્રાઉન પાવડરની ચાર પ્લાસ્ટિકની થેલીમાંથી ૬ કિલો (રૂ.૪૩ કરોડ) જેટલું હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ડીઆરઆઇએ મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અધિકારીએ અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા બે મહિનામાં ડ્રગની હેરફેરમાં સંડોવાયેલા કુલ ૭ આફ્રિકનોની ધરપકડ કરી રૂ.૧૫૦ કરોડથી વધુની કિંમતની ૨૦ કિલોથી વધુના હેરોઈનની દાણચોરી પકડી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઝિમ્બાબ્વેની ૧ મહિલા પેસેન્જર પાસેથી ડી આર આઈ દ્વારા ૪૨ કરોડનું હેરોઇન પકડી પાડવામાં આવ્યું



















Recent Comments