ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા વધી પરંતુ સુરક્ષાકર્મીઓની સંખ્યા એટલી જ

અમદાવાદ એરપોર્ટથી અંદાજે ૧૨૫ ફ્લાઈટોનું સંચાલન થતું હતું જેમાં ૮૦૦૦થી ૧૦૦૦૦ પેસેન્જરોની દરરોજ અવરજવર રહેતી હતી. તે સમયે પેસેન્જરોની સંખ્યા અને ફ્લાઈટોની સંખ્યાને ધ્યાનમાં રાખી એરપોર્ટની સુરક્ષા માટે ૮૫૦ સીઆઈએસએફના જવાનો ફાળવાયા હતા. પરંતુ આજે એરપોર્ટનું ડેવલપમેન્ટ થવાની સાથે ફ્લાઈટોની સંખ્યા પણ વધીને લગભગ ૨૦૦ જેટલી થવાની સાથે પેસેન્જરોની સંખ્યા ૨૦ હજાર સુધી પહોંચી છે. એરપોર્ટથી કાર્ગો મુવમેન્ટ પણ વધવાની સાથે લોકોની અવર જવર વધી છે.

પરંતુ તેમની સુરક્ષા માટે જવાનોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.આ પરિસ્થિતિમાં એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થાય તેની સાથે એરપોર્ટના એરિયામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલના બન્ને ગેટ, ટર્મિનલની અંદર, રનવે એરિયામાં, એરપોર્ટ બાઉન્ડ્રી એરિયામાં, એટીસી, બેગેજ સ્કેનર, કાર્ગો ગેટ, ગુજસેલ, વીવીઆઈપી ગેટ સહિત અન્ય વિસ્તારમાં સુરક્ષા વધારી શકાય તે માટે જવાનોની સંખ્યા વધારવાની માગણી કરવામાં આવી છે

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ૫ વર્ષ દરમિયાન ફ્લાઈટોની સંખ્યા વધવાની સાથે પેસેન્જરોની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. એરપોર્ટ હાલમાં પેસેન્જર સંખ્યામાં દેશમાં સાતમા નંબરે છે. પરંતુ એરપોર્ટની સાથે પેસેન્જરોની સુરક્ષા માટે ૫ વર્ષ પહેલા પેસેન્જરોની સંખ્યા મુજબ ફાળવાયેલા સીઆઈએસએફના ૮૫૦ જવાનો આજે પણ ફરજ બજાવી રહ્યા છે. આ જવાનોની સંખ્યા ઓછી હોવાથી તેમના પર કામનું ભારણ વધી રહ્યું છે. ત્યારે જવાનોની સંખ્યા વધારવા સીઆઈએસએફના અમદાવાદના ઉચ્ચ અધિકારીઓએ દિલ્હી હેડક્વાર્ટરમાં પત્ર લખ્યો છે. જેને આગામી દિવસોમાં મંજૂરી મળી જતા જવાનોની સંખ્યા વધારીને ૧૪૦૦ કરાય તેવી શક્યતા છે.અંદાજે ૧૧૨૪ એકર એટલે કે ૪.૫૫ કિલોમીટર એરિયામાં અમદાવાદ એરપોર્ટ વિસ્તરેલું છે અને તેનો રનવે પણ ૩.૬ કિલોમીટર લાંબો છે.

Follow Me:

Related Posts