ગુજરાત

અમદાવાદ એસઓજી ક્રાઇમેદોઢ લાખની કિંમતનો ૧૪ કિલો ૪૫૦ ગ્રામ જેટલા ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરી

અમદાવાદ શહેર હવે સ્માર્ટસિટીમાંથી ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે તેવા કિસસોમાં સતત વધારો થઈ રહ્યો છે જે ખૂબ ચિંતાની વસ્તુ છે પણ જાે કે પોલીસ ની સતર્કતા ના લીધે આ ગેરકાયદેસર નશાનો કારોબાર અટકાવી દેવામાં આવે છે. શહેરના વટવા ગરીબ આવાસ યોજનાના મકાનમાંથી ગાંજાે ઝડપાયો.એસઓજી ક્રાઇમે આશરે દોઢ લાખની કિંમતનો ૧૪ કિલો ૪૫૦ ગ્રામ જેટલા ગાંજા સાથે શબનમબાનું શેખ નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસેથી ગાંજાે મંગાવનાર આરોપીઓ અબ્દુલ માજીદ મલેક તેમજ કાયનાત સૈયદ ફરાર છે.

ગાંજાનો જથ્થો પુરો પાડનાર સુરતનો અશ્વિનીકુમાર પણ ફરાર છે. આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આમ પકડાયેલા ગાંજાનો છેડો છેક સુરત સુધી અડ્યો છે. અશ્વિનીકુમાર સુરતનો હોવાથી આ અંગે સુરત પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. અશ્વિનીકુમાર અંગે વધુ વિગત માંગવામાં આવી છે.

Related Posts