જીવદયા અબોલ શ્વાનો તેમજ માનવીઓને માર્ગ અકસ્માતમાં થતી ઈજાઓ અને મૃત્યુથી અટકાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ચોમાસામાં અને શિયાળાની ઋતુમાં ઓછી દૃશ્યતાના, રસ્તામાં લાઈટ ના હોવાના હિસાબે પણ માર્ગ અકસ્માત થતા હોય છે. દરેક જીવ અમૂલ્ય છે. આ પૃથ્વી ઉપર બધા જ જીવોને ભગવાને, જીવન જીવવાનો સમાન અધિકાર આપ્યો છે. તેઓ પણ આપના જેમ કુદરત સર્જીત જીવ છે. રસ્તે આવતા જતા તમારું વાહન એમને અથડાઈને એમને જીવલેણ ઘા વાગે અને તેઓ તડફડી-તડફડીને દવા વગર કમોતે ના મરે એનું ધ્યાન રાખવું. એમને લેવા ૧૦૮ની એમ્બ્યુલન્સ નથી આવતી. તેઓ અબોલ છે પણ તેમનો પણ પરિવાર છે, બાળકો છે, જેમના માટે એમને લાગણી અને પ્રેમ છે.દરેક દરેક જીવાત્મા ની ખેવના કરતી મુહિમ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા પ્રારંભ કરાયો છે
અમદાવાદ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રીફલેકટીવ કોલર કેમ્પેઇન (પ્રતિબિંબીત કોલર અભિયાન) સાથે હડકવા વિરોધી રસીકરણનું, ન્યૂ વાસણા ખાતે આયોજન કરવામાં આવ્યું

Recent Comments