નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા લોકો નવા નવા કિમિયા કરી તેને રાજ્યમાં ઘૂસાડવામાં પ્રયાસો કરવામાં ઝડપાતા હોય છે ત્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચ ને એક મોટી સફળતા મળી છે જેમાં ૧ કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપ્યુ છે. આ મામલે મળતી માહિતી અનુસાર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત એક કરોડની આસપાસ હોવાનું સામે આવ્યુ છે. ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે ૧ કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપ્યુ છે. તેમજ આ ઝડપાયેલા ડ્રગ્સની કિંમત એક કરોડની આસપાસ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે ૨ આરોપીઓની પણ કરી અટકાયત કરી છે. બીજી તરફ બનાસકાંઠાના વાસણ બોડર પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. ધાનેરા પોલીસે ૪.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧ કિલોથી વધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું

Recent Comments