ભાવનગર

અમદાવાદ ખાતે ભાવનગરના કારસેવક અભિવાદન

ભાવનગર શહેર/જીલ્લા ૧૯૯૦, ૬ ડિસેમ્બર, ૧૯૯૨માં અયોધ્યા, રામ જન્મભુમી, મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકો સહિત ગુજરાત ભરના જોડાયેલા કારસેવકો થશે સન્માનિતસદિઓથી કષ્ટદાયક પ્રતિક્ષાનો અંત આવ્યો, પ્રભુ શ્રી રામલલ્લા પોતાના જન્મસ્થાને પુનઃ પ્રતિષ્ઠા પામ્યા.

      આ અવસર છે અનેરા આનંદનો, આ સમય છે ગૌરવાન્વિત થવાનો, આ અવસર છે ભારતિય અસ્મિતાના પૂનઃ જાગરણનો સાથે આ અવસર શ્રી રામ જન્મભુમી મુક્તિ આંદોલનના હુતાત્મા સંતો, ભકતો, વીર બલીદાની કારસેવકોના સાદર ઋુણ સ્વીકારવાનો ૫ણ છે, આ અંતર્ગત અખિલ ભારતી સંત સમિતી વિશ્વ હિન્દુ ૫રીષદ તથા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના સંયુકત ઉ૫ક્રમે કારસેવક અભિવાદન સમારોહ આજે તા. ૧૦/૦૨/૨૦૨૪, શનીવારે સાંજે ૦૪/૦૦ કલાકે વિશ્વ ઉમીયા ધામ, એસ.જી. હાઇવે વૈષ્ણોદેવી મંદીર સામે, જાસપુર, અમદાવાદ માં યોજાશે.

      આ કારસેવક અભિવાદન સમારોહમાં ભાગલેવા, ભાવનગર શહેર, જીલ્લા ૧૯૯૦/૯૨ ચલો અયોધ્યા રામલલ્લા અમ આયેંગે, મંદીર વહીં બનાયેંગે, સોગંધ રામકી ખાતે હૈ, મંદીર વહિં બનાયેંગે, માં ભાગ લીધેલ, કારસેવકો રામભક્તો ભાજપા અગ્રણી તે સમયે કારસેવા વાહિની પ્રમુખ, પૂર્વ કોર્પોરેટર શ્રી કિશોરભાઇ ભટ્ટ, શ્રી કિરીટભાઇ વ્યાસ, હરદેવસિંહ ગોહિલ, મહુવાના પ્રફુલભાઇ પંડયા, શ્રી શરદભાઇ બારૈયા પાલીવાલ, શ્રી કૌશીકભાઇ અજવાળીયા, રામભકત ૫રીવારના શ્રી પ્રતિભાબહેન ભટ્ટ, પૂર્વ કોર્પોરેટ મહિલા અગ્રણી તેમજ પૂર્વ કોર્પોરેટર પો૫ટભાઇ ગુજરાતી, પૂત્ર ભજનીક, ડાયરા કલાકર, શ્રી શિવાભાઇ ગોહિલ, રેલવે કર્મચારી શ્રી સ્વ. શૈલેષભાઇ ભટ્ટ, સ્વ. મહાવીરસિંહ ઝાલા ના ૫રીવારજનો પ્રકાશ ગુજરાતી, શ્રી શૈલેષભાઇ ગોહેલ, શ્રી કુલદિ૫સિંહ રાણા ૫રીવાર જનોને સન્માનિત કરાશે. જીલ્લા ભરના કારસેવકો તથા ગેરહાજર કારસેવકના ૫રીવારના વ્યક્તિનું થશે સન્માન.

      ભાવનગર શહેર/જીલ્લાના ૧૩૫ કારસેવકો, બોટાદ જીલ્લાના ૨૬, કારસેવકો કારસેવામાં ભાગ લીધેલ ટોટલ તે સમયે ૧૬૧ કારસેવકો જોડાયા હતા. 

Related Posts