અમરેલી

અમદાવાદ ખાતે ‘મારૂ બુથ’ ‘મારૂ ગૌરવ’ સંમેલનમાં રાહુલ ગાંધીની વિશેષ ઉપસ્થિતી

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં આપણા સૌના લોકલાડીલા શ્રી રાહુલ ગાંધીજી તા. પમી સપ્ટેમ્બર, ર૦રરને સોમવારના રોજ સવારે ૧૧–૦૦ કલાકે રીવરન્ટ અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના કાર્યકર સંમેલન ‘ મારૂ બુથ મારૂ ગૌરવ’ અને બુથદીઠના કાર્યકર્તાઓને – ‘પરીવર્તન સંકલ્પ સંમેલન’માં સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી. દ્વારા ગત માસમાં ઉદયપુર ખાતે યોજાયેલ નવસંકલ્પ શિબિરના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને પાયાના સ્તરે વિસ્તૃત અને સુદ્રઢ બનાવવા માટે મંડલ અને સેક્ટર કક્ષા સુધી રચના, મતદારો અને પક્ષના કાર્યક્રમો વચ્ચેનો સેતુ એટલે બુથ યોદ્ધા , બુથ યોધ્ધાઓથી જ ચૂંટણી જીતી શકાય છે.

બુથ યોધ્ધાઓની કોંગ્રેસની સરકાર ‘જનતાની સરકાર માટે સૌથી અગત્યની પરિણામ લક્ષી કામગીરી જવાબદારી’ , પક્ષની વિચારધારાને વરેલા વફાદાર સૈનિક, સ્થાનિક પરિસ્થિતિનો રણકાર, મતદારયાદીમાં ડુપ્લીકેટ મતદારો / ખોટા નામોની તારવણી અતિ મહત્વનું કામ, પક્ષની વિચારધારા અને પક્ષના ઉમેદવાર બાબતનું જરૂરી સાહિત્ય અને માહિતી સમયસર મળે, પક્ષના કાર્યક્રમો – બેઠકોમાં મતદારોની સહભાગીતા થાય, પક્ષ તરફી માહોલ બનાવવા માટે અગત્યનું ચાલકબળ એટલે બુથ યોદ્ધા, કોંગ્રેસ પક્ષમાં માનનારા મતદારો ને મતદાન કરે તેની જવાબદારી બુથ યોદ્ધાની, પરિણામલક્કી ચૂંટણી લડવા માટે બુથ યોદ્ધાએ આજની તાતી જરૂરીયાત છે.

મજબૂત, જુસ્સા અને મક્કમ મનોબળ ધરાવતા સંયોજક શકિ્ અને કુનેહનો ઉપયોગ કરી દરેક બુથ દીઠ બેની પસંદગી કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ ના તમામ હોહ્વેદારશ્રીઓ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તથા હોદેદારશ્રીઓ, અમરેલી જિલ્લાના પ્રદેશ સમિતિના હોહ્વેદારશ્રીઓ, કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પચાયતના તમામ ચૂંટાયેલ તથા ચૂંટણી લડેલા ઉમેદવારો, યુવક કોંગ્રેસ – મહિલા કોંગ્રેસ – દકગય સહિત કોંગ્રેસ પક્ષના તમામ સેલ –ફ્રંટલના જિલ્લા પ્રમુખ શ્રી ઓ તથા તમામ હોહ્વેદારોશ્રીઓ, તાલુકા પચાયત અને નગરપાલિકા જીતેલા/ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત જિલ્લાભરના કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ અપીલ કરેલ છે.

Follow Me:

Related Posts