અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બાવળા હાઈવે પર ટેન્કરોમાંથી ગેરકાયદે કેમિકલ ચોરી કરતાં પાંચ ઈસમોને ધરપકડ કરી
ગુજરાતમાં હાઈવે પરથી પસાર થતાં કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી કેમિકલની ચોરીના બનાવો ને ડામવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને ટીમ સફળ રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા બાતમીને આધારે સાણંદ હાઈવે પર ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરતાં પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આ આરોપીઓ પાસેથી ૪૧૧૦ લિટર કેમિકલ જેની કિંમત રૂપિયા ૪.૨૩ લાખ સહિત કુલ ૭ લાખ ૮૯ હજાર ૨૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. બાવળા રોડ પર સ્થિત ભાગ્યોદય હોટેલ પાસે કેટલાક ઈસમો રોડ પર નીકળતા કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ડ્રાઈવરોની મીલિભગતથી કેમિકલની ચોરી કરે છે.
તેમજ ટેન્કર પર લગાવેલા સીલ સાથે છેડછાડ કરી ટેન્કરમાંથી કેમિકલ કાઢી લે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમે દરોડો પાડીને ચોરી કરતાં પાંચ ઈસમોને ઝડપી લીધા હતાં. પોલીસે પકડેલા ઈસમો કેમિકલના ટેન્કરોના ડ્રાઈવરો સાથે મળીને ભાવના ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર લઈ જઈ ટેન્કરની ઉપર આવેલ પાછળના ભાગમાં છેલ્લા ખાના પર મારેલ સીલનો તાર તોડીને ખાનું ખોલી ટેન્કરમાંથી કેમિકલ કાઢવા ઉપરાંત ઉપયોગમાં લેવાતી પાઈપ ટેન્કરના ઉપરના ખાનામાં લગાવી ટેન્કરમાંથી બેરલમાં કેમિકલ ભરી લેતાં હતાં.
Recent Comments