મોડી રાત્રે અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે બસ પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની આ બસ હોવાનું, તેમજ બસમાં એક જ પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બસમાં અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો હતો. તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. હાઇવે વચ્ચે મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થયો હતો, તેથી જેસીબી દ્વારા બસને ખસેડવામાં આવી હતી. ચોટીલા પોલીસ તુરત ઘટનાસ્થળે પહોંચી હતી.
આ અંગે વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ આજે મોડી રાત્રે અમદાવાદ થી અંબિકા ટ્રાવેલ્સની મીની પેસેન્જર બસમાં શાહ – દોશી પરિવારના પરિવારના ૧૬ સભ્યો સહિત ૨૦ જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા, મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. આ વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Recent Comments