fbpx
ગુજરાત

અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસે એક દારૂ ભરેલો ટ્રક પકડી પડ્યોટ્રકમાં બટાકાની સાથે મોટી સંખ્યામાં દારૂની જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો

આમ તો રાજ્યભરની પોલીસ અને તેમાં પણ ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં કે જ્યાંથી ગુજરાતમાં એન્ટ્રી કરવામાં આવે છે. તેવી તમામ જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આવતા જતા વાહનો ચેકિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ આ ચેકિંગ જાણે કે ફક્ત કાગળ પર જ રહ્યું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસે એક દારૂ ભરેલી ટ્રક પકડી પાડી છે જેમાં બટાકાની આડમાં ગુજરાતમાં દારૂ લઈ આવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ટ્રકમાં બટાકાની સાથે મોટી સંખ્યામાં દારૂની જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હતો.

ફક્ત આ એક ટ્રકની વાત નથી પરંતુ અમદાવાદ જિલ્લા પોલીસે એક મહિનામાં આવી અલગ અલગ ત્રણ ટ્રકો કે જેમાં દારૂની હેરાફેરી થતી હતી તેને પકડી પાડવામાં આવી છે. બગોદરા પોલીસ દ્વારા માહિતીને આધારે એક ટ્રક પકડી હતી, જેમાં બટાકાની આડમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો જે પોલીસે પકડી પાડ્યો છે. બટાકાની આડ માં વિદેશી દારૂની ૪૦ લાખની કિંમતની ૬૬૫ પેટી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. જે ટ્રક સાથે કુલ ૫૦ લાખ જેટલો મુદ્દામાલ પકડાયો છે. પોલીસે બનાસકાંઠાના ગોવાભાઇ રબારી અને જગાજી રબારીની ધરપકડ કરી છે.

તો સાથે જ આ દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિ અને અન્ય રતનજી રબારી નામના વ્યક્તિ ની પોલીસ શોધખોળ હાથ ધરી છે. હાલ તો પોલીસે દારૂનો જથ્થો પકડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે . આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે અને ગુજરાતમાં કોને કોને આપવાનો હતો તે તમામ અંગે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત જે બટાકાની આડમાં દારૂનો જથ્થો પકડાયો છે તે સિવાય પણ અન્ય બે ટ્રકો એક જ મહિનામાં પકડાય છે, જેમાં પણ દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી ત્યારે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે, કે આ તમામ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર કોઈ એક જ વ્યક્તિ છે કે કેમ.

આ તમામ મુદ્દાઓ અંગે પોલીસે હવે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પરંતુ આ ત્રણ ઘટનાઓ પરથી એટલું ચોક્કસ માની શકાય કે જે પોલીસ તપાસ અને ચુસ્ત બંદોબસ્તના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તે બિલકુલ પોકળ સાબિત થઈ રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી જે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે તે છેક અમદાવાદ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ પણ પોલીસને ગંધ સુદ્ધા આવતી નથી જેને લઇને હવે બોર્ડર વિસ્તારની પોલીસની કામગીરી પર અનેક શંકાઓ થઈ રહી છે.

Follow Me:

Related Posts