ગુજરાત

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૦ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર અપાયા

આજ રોજ સમગ્ર રાજ્યમાં ૨૯૩૮ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો વચ્ર્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી યોજાયો હતો. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે ૨૦ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લામાં કુલ ૧૪૫ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્ર મેળવીને અમદાવાદ જિલ્લાના શિક્ષણ સેવાયજ્ઞમાં જાેડાશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ સેવામાં યુવા બ્રિગેડના જાેડાવાથી શૈક્ષણિક માનવબળ વધુ મજબૂત બન્યુ છે.


જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાના હસ્તે કલેકટર કચેરીમાં ૨૦ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને પ્રતિકરૂપ નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ તમામ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન આપ્યા હતા.

તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો સમગ્ર ભરતી પ્રક્રિયા ફેસલેસ, પેપરલેસ બનાવી સમાજને નવા શિક્ષણ સહાયકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વિશેષમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગના તમામ સેવા કર્મીઓની કોરોનાના કપરાકાળથી લઇ તમામ પ્રકારના ડિઝાસ્ટર, જનજાગૃતિ કાર્યક્રમમાં ભૂમિકા મહત્ત્વની રહી છે. કોરોના કાળમાં શિક્ષણ વિભાગના સેવા કર્મીઓ દ્વારા સર્વેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.

Related Posts