fbpx
ગુજરાત

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયુ, શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્‌ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ

રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડ બાદ હવે ફરી એક વાર રાજ્યના તમામ વિભાગો સફાળા જાગ્યા છે અને ફાયર સેફ્‌ટી સંબંધે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સક્રિય થયુ છે અને ડીઈઓ દ્વારા શહેરની દરેક શાળાઓને પરિપત્ર કરી ફાયર સેફ્‌ટીનું ચેકિંગ કરવા નિર્દેશ કરાયો છે.

અમદાવાદ જિલ્લાની દરેક શાળાઓને પરિપત્ર કરી જણાવવામાં આવ્યુ છે કે હાલ વેકેશન ચાલી રહ્યુ છે અને નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્‌ટીના સાધનોની ચકાસણી કરી લે અને નવા સાધનો વસાવવાની જરૂર હોય તો એ નવા વસાવી લે. ફાયર સેફ્‌ટીની ગંભીરતા સમજી ઉપકરણોને કાર્યરત રાખવા અને ફાયર એનઓસી રિન્યુ કરવા અંગે પણ તમામ શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે. ડીઈઓના પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને આકસ્મિક વિઝિટ કરશે અને ફાયર સેફ્‌ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે. આ દરમિયાન શાળાામાં ફાયર સેફ્‌ટીને લગતી કોઈ ખામી જણાશે તો ડીઈઓને રિપોર્ટ કરશે.

હાલના સમયમાં ઉનાળાની ભયંકર ગરમીના કારણે પણ આગના બનાવો વધુ બનતા હોય છે ત્યારે દરેક શાળા પાસે કાર્યરત હાલતમાં ફાયર સેફ્‌ટીના ઉપકરણો અને ફાયર એનઓસી હોવુ જરૂરી છે. આ જ સંદર્ભે શાળાઓમાં નવુ સત્ર શરૂ થાય એ પહેલા ફાયર સેફ્‌ટીના ઉપકરણોનું ચેકિંગ કરી લેવામાં આવે, તેમજ શાળા શરૂ થાય ત્યારે ફાયર સેફ્‌ટીના સાધનોની તાલીમ સંબંધે એક મોકડ્રીલ આયોજિત કરવાનુ પણ જણાવવામાં આવ્યુ છે. શાળાના તમામ સ્ટાફને ફાયર સેફ્‌ટીના ઉપકરણોની તાલીમ મળી રહે તે હેતુથી મોકડ્રીલ આયોજિત કરાશે. આ દરમિયાન બાળકો અને શાળાના કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી અને એક્ઝિટની જાણકારી પણ મોકડ્રીલ સ્વરૂપે મળી રહે તે ખાસ જોવાનુ રહેશે.

Follow Me:

Related Posts