fbpx
ગુજરાત

અમદાવાદ જિ.પં.ના પ્રમુખ તરીકે પારુલ પઢારની નિમણૂંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે સવારે લાલદરવાજા જિલ્લા પંચાયતમાં સરદાર પટેલ હોલ ખાતે અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેની અધ્યક્ષતામાં પહેલી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની કાર્યવાહી પહેલા શરૂ કરવામાં આવી હતી.

પ્રમુખ પદ માટે ભાજપ તરફથી કોઈ જીઝ્ર મહિલા ઉમેદવાર જીતેલા ન હોવાથી બિનહરીફ રીતે શાહપુર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર પારુલ પઢારને પ્રમુખ તરીકે કલેકટર સંદીપ સાગલે દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં. ઉપપ્રમુખ માટે બે ફોર્મ આવ્યા હોવાથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રભાતસિંહ મકવાણાને ચાર સભ્યોના જ મત મળ્યા હતા જ્યારે નાનોદરા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના રમેશ મકવાણા માટે ૩૦ જેટલાં સભ્યોના મત મળતાં ભાજપના રમેશ મકવાણા ઉપપ્રમુખ બન્યા હતા.

Follow Me:

Related Posts