અમદાવાદ દૂરદર્શનના નિવૃત અધિકારી કિશોરભાઈ જોષી એ લોકસાહિત્યકાર,કવિ,લેખક મહેન્દ્રભાઈ જોષીનુ ભાવપૂર્વક સન્માન કર્યુ
અમદાવાદ દૂરદર્શનના નિવૃત અધિકારી કિશોરભાઈ જોષી તેમના ધર્મપત્ની સ્વાતીબેન જોષીએ લોકસાહિત્યકાર,કવિ,લેખક મહેન્દ્રભાઈ જોષીનુ અમરેલી આવી ભાવપૂર્વક સન્માન કર્યુ. લાગણીની માયા પણ વંદનીય હોય છે જ્યારે માનસપટ ઉપર સ્નેહ ,પ્રેમ લાગણી હોય છે તેને રસ્તાનુ અંતર નડતુ નથી. અમેરીકા સ્થિત આદરણીય મનિષાબેન પંડ્યા ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી ગદગદીત થયા લોકસાહિત્યના પ્રચાર, પ્રસાર માટે ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા ચીત્તલ દ્વારા બાલકૃષ્ણ દવે પ્રથમ એવોર્ડ અમરેલીના મહેન્દ્રભાઈ જોષીને અર્પણ થતાના સમાચાર સાંભળી અમદાવાદ દૂરદર્શનના નિવૃત અધિકારી કીશોરભાઈ જોષી તેમના ધર્મપત્ની આદરણીય સ્વાતીબેન સમેત અમરેલી પધારી ભાવસન્માન કરી ખુશી વ્યક્ત કરતા વાતાવરણ હર્ષિત બન્યુ .એટલે જ કહેવાયુ હશે સ્નેહના તારો પરાણે ક્યાંય બંધાતા નથી. મહેન્દ્રભાઈ જોષીએ લાગણીવશ ભાવ સ્વીકાર કર્યો.
Recent Comments