અમદાવાદ ની એલ.જે યુનિવર્સિટીના વર્ગ – ૪ ના ૯૭ કર્મચારીઓ માટે “રૂપાંતરણ” વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ ની એલ.જે યુનિવર્સિટીના વર્ગ – ૪ ના ૯૭ કર્મચારીઓ માટે “રૂપાંતરણ” વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.એલ.જે યુનિવર્સિટી દ્વારા વર્ગ -૪ ના કર્મચારીઓ માટે ખાસ રૂપાંતરણ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપ નું આયોજન ખાસ વર્ગ -૪ ના કર્મચારીઓના ઇમ્પ્રુવમેન્ટ માટે કરવામાં આવેલું છે.એક્સપર્ટ દ્વારા વિશેષ તાલીમ આપીને તેમની સ્કીલ ડેવલપમેન્ટ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા.
ચોથા વર્ગના કર્મચારીઓને યુનિવર્સિટી ના અભિન્ન અંગ માનીને તેમના ડેવલપમેન્ટ માટે તેમને ખાસ તાલીમ આપવાના હેતુથી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર દ્વારા ખાસ વિડિયો બતાવીને અભિનય દ્વારા તેમને એટિકેત્સ તેમજ વ્યવહારૂ કામનું જ્ઞાન આપવામાં આવ્યું.ટીમ બિલ્ડિંગ,કમ્યુનિકેશન સ્કીલ જેવી વિશેષ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી.એકંદરે આ વર્કશોપ તેમના ડેવલપમેન્ટ માટે આશીર્વાદરૂપ બનશે.
Recent Comments