અમદાવાદ પો.કમિશ્નર ઓફિસની પાસે જ યુવકને લૂંટી લેવાયો
અમદાવાદમાં ગુનેગારો બેખૌફ બન્યા છે. જુલાઈ મહિનામાં જ અમદાવાદમાં ૮થી વધારે હત્યાઓનો બનાવ બન્યા છે. તેવામાં હવે અમદાવાદ પોલીસના વડા પોલીસ કમિશનર ઓફિસની પાસે જ એક યુવકને લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે. જાે કે પોલીસ કમિશનર ઓફિસ પાસે જ કોઈ વ્યક્તિને લૂંટી લેવામાં આવે તો વિચારો કે ગુનેગારોના ઈરાદા કેટલા બુલંદ હશે.
અમદાવાદના રાતના સમયે એસવીપી હોસ્પિટલમાં પેરા મેડિકલ સ્ટાફ તરીકે કામ કરતો યુવક એક્ટિવા લઈને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ સમયે શાહીબાગ વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનર ઓફિસ પાસે પહોંચ્યો જ ત્યાં રિક્ષામાં આવેલાં લૂંટારાઓએ તેનો રોક્યો હતો. અને તેની પાસેથી મોબાઈલ, ૨૦ હજાર રોકડા તેમજ તેના એક્ટિવાની ચાવી લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસ કમિશનર યુવક પાસે જ લૂંટની ઘટના બનતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પણ અમદાવાદ શહેરમાં બનેલી આ લૂંટની ઘટનાએ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર અનેક સવાલો ઉભા કર્યાં છે. શું અમદાવાદમાં હવે રાત્રે એકલા નીકળવું સલામત રહ્યું નથી કે શું?
Recent Comments