અમદાવાદ બોટકદેવમાં આવેલી નિરમા સ્કૂલને FRC ની મંજૂરી વગર વધુ ફી લેતા DEO એ ફી પરત કરવાનો આદેશ કર્યો
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલને હ્લઇઝ્રની મંજૂરી વગર વધુ ફી લેતા ડ્ઢઈર્ંએ ફી પરત કરવાનો આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વધારાની વસુલેલી ફી પરત કરવા સ્કૂલને આદેશ કરાયો છે. સ્કૂલે વસુલેલી વધારાની ફી પરત કરવા અથવા નવા કવાર્ટરમાં ફી સરભર કરવા આદેશ કર્યો છે. અમદાવાદ ડ્ઢઈર્ં એ વાલીઓની ફરિયાદને આધારે તપાસ કરતા સ્કૂલે હ્લઇઝ્રની મંજૂરી વગર જ ૪૦ ટકા ફી વધારે વસૂલી હોવાનું સાબિત થયું હતું. ઉલ્લેખનીય છે કે, નિરમા સ્કૂલ દ્વારા ફી વધારા માટેની દરખાસ્ત હ્લઇઝ્ર માં કરાઈ છે, જે હજુ પેન્ડિંગ છે. મંજૂરી મળ્યા વગર નિરમા સ્કૂલે ૮૮ હજારને બદલે ૧.૨૪ લાખ જેટલી ફી વસૂલવાની શરૂઆત કરી હતી. પ્રથમ કવાર્ટરમાં ૨૨ હજારને બદલે ૩૧ હજાર રૂપિયા ફી વસૂલી હતી. નિયમ મુજબ સ્કૂલ ૫ ટકાનો ફી વધારો કરી શકે પરંતુ નિરમા સ્કૂલના સંચાલકોએ ૪૦ ટકા ફી વધારો ઝીંક્યો હતો, વસુલેલી વધારાની ફી પરત કરવા ડ્ઢઈર્ં એ વાલીઓની ફરિયાદ બાદ આદેશ કર્યો. અગાઉ વાલીએ ૪૦ ટકા ફી વધારે લીધી હોવાની ફરિયાદ કરી હતી. ડ્ઢઈર્ંની નોટિસ બાદ શાળાએ આપેલા જવાબ સંતોષ કારક ન જણાતા ડ્ઢઈર્ંએ આ આદેશ આપ્યો છે. વધુ લેવાયેલ ફી હ્લઇઝ્ર ના નિયમ વિરુદ્ધ હોવાથી ફટકાર લગાવવામાં આવી છે.
શાળાએ વાલીની મરજી મુજબ વધુ લીધેલ ફી પરત કે સરભર કરી આપવી પડશે. બીજી તરફ વાલીઓ દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે આ સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામં આવ્યું હોવાથી સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. ખાનગી શાળાઓને ફી વધારવા માટે હ્લઇઝ્રના નિયમનું પાલન કરવું પડે છે. પરંતુ બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલ હ્લઇઝ્રના નિયમોને પણ ઘોળીને પી ગઈ છે. નિરમા સ્કૂલે ગત વર્ષની ૯૦ હજારની ફીમાં વધારો કરી ૧.૨૫ લાખ કરી નાખી હતી. ગત વર્ષે પહેલા ક્વાર્ટરની ફી ૨૨ હજાર ૧૮૧ લેવાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે પહેલા ક્વાર્ટરની ફીમાં વધારો કરી ૩૧ હજાર ૫૪ કરાઈ છે. બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો છે. મહત્વનું છે કે હ્લઇઝ્રના નિયમ મુજબ ૫ ટકા ફી વધારી શકાય. પરંતુ નિરમા સ્કૂલે ૩૮ ટકાનો ફી વધારો ઝીંકી દીધો છે. બેફામ ફી વધારો ઝીંકતા જાગૃત વાલીએ ડ્ઢઈર્ં કચેરીએ અરજી કરી હતી. સમગ્ર મામલે જાણ થતા ડ્ઢઈર્ંએ બોડકદેવની નિરમા સ્કૂલને નોટિસ ફટકારી ૨ દિવસમાં ડ્ઢઈર્ં કચેરીમાં હાજર રહી ખુલાસો આપવા આદેશ કર્યો છે.
Recent Comments