fbpx
ગુજરાત

અમદાવાદ ભાજપના દિગ્ગજ નેતાઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ

વધતા કોરોનાના સંક્રમણએ અમદાવાદ શહેર ભાજપ ના નેતાઓને પણ બાન માં લીધા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈકાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. હાલમાં તેમને જીફઁ હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ ૨૦૨૧માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.

જમાલપુર-ખાડિયા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય ભુશણ ભટ્ટ પણ કોરોના થી સંક્રમિત થયા છે. ગુજરાત સરકારના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. જીફઁ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવતા ધારાસભ્યએ પોતાને સેલ્ફ ક્વોરન્ટાટાઈન કર્યા હોવાની વિગતો પણ સામે આવી છે. સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરાઈ છે. મંત્રીઓએ કોરોના સંક્રમિત થયા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી માહિતિ આપી છે. ઉલ્લેખનિય છે કે સૌથી વધુ અમદાવાદમાં ૧૬૬૦ કેસ નોંધાયા છે. તથા સુરતમાં ૬૯૦, વડોદરામાં ૧૮૧, રાજકોટમાં ૧૫૯ કેસ, આણંદમાં ૧૧૪, ખેડામાં ૮૪, ગાંધીનગરમાં ૮૫ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા ૩૩૫૦ કેસ નોંધાયા છે. જેમાં કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોત થયુ છે.

Follow Me:

Related Posts