ગુજરાત

અમદાવાદ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની બબાલ

છસ્ઝ્ર નાં ઇજનેરી સ્ટાફને રૂમમાં બંધ કરી બહારથી તાળુ માર્યુ ઉચ્ચ ઇજનેરી અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો અમદાવાદ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ મોટી બબાલ કરી હતી. પાલડીના કોર્પોરેટર ચેતના પટેલના પતિ પરેશ પટેલ પાલડી વોર્ડના ટ્ઠદ્બષ્ઠ ના સ્ટોરને તાળું મારી દીધું હતુ. કોઈ કારણોસર ટ્ઠદ્બષ્ઠ સ્ટાફ સાથે વિવાદ થતા તાળું માર્યુ હતું. ખાડો ખોદ્યા બાદ તેના પર પેચવર્ક કરવાના થતા હતા, જેથી પેચવર્કને લઈને વિવાદ થયો હતો. કોર્પોરેટરના પતિએ ટ્ઠદ્બષ્ઠ ના ઇજનેરી સ્ટાફને રૂમમાં બંધ કરી બહારથી તાળુ માર્યુ હતું.

ઉચ્ચ ઇજનેરી અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટોરમાં આજે સવારે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા સ્ટોરના દરવાજા બંધ કરી તાળું મારી દેવામાં આવી હોવાની ચર્ચા છે. વિસ્તારમાં પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ખાડા પૂરવામાં ન આવતા હોવાને લઈ મહિલા કોર્પોરેટરના પતિ સવારે કોર્પોરેશનના સ્ટોર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ સાથે બોલાચાલી કરી દરવાજા બંધ કરી દીધા હતા. આમ અમને જાણ થતા તાત્કાલિક ધોરણે ઇજનેર વિભાગના અધિકારીઓ સ્ટોર ઉપર પહોંચ્યા હતા અને મહિલા કોર્પોરેટરના પતિને સમજાવ્યા હતા. આ ઘટના વિશે કોર્પોરેટર ચેતના પટેલે જણાવ્યું કે, કોઈ એવી બબાલ થઈ જ નથી. તાળુ મારવામાં પણ નથી. માત્ર ઝાંપો આડો કર્યો હતો. કોઈને પૂર્યા પણ નથી. રોડ માટે આપણું કામ ચાલતું હતું, ડામરનુ કામ થઈ ગયું હતુ, પણ થોડો વિવાદ થયો હતો. પરંતું તાળુ મારવાની ઘટના ખોટી છે.

Follow Me:

Related Posts