અમદાવાદ મનપાનાં પૂર્વ દંડક બિપિન સિક્કા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ગુજરાતમાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ છે. સવારે ૮ વાગ્યાથી રાજ્યની તમામ ૬ મહાનગર પાલિકા માટે મત ગણતરી શરુ થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગ દર્શિકા અનુસાર આ ૬ મનપાની ગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, અમદાવાદ મનપાની મતગણતરી દરમિયાન હોબાળો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.
જણાવી દઇએ કે, અમદાવાદ મનપાનાં પૂર્વ દંડક બિપિન સિક્કા અને પોલીસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. જે દરમિયાન પોલીસનો અન્ય સ્ટાફ અને ભાજપનાં કાર્યકર્તાઓએ સમગ્ર માથાકૂટને વળાંક આપવાનો પ્રયત્વ કર્યો હતો. સમગ્ર મામલો પ્રિમાઇસિસમાં એન્ટર થવાને લઇને શરૂ થયો હતો. જાે કે હાલમાં અહી શાંતિ બનાવી રાખવામાં પોલીસ સફળ રહી છે. જણાવી દઇએ કે, બિપિન સિક્કા સરદારનગર વોર્ડના કાઉન્સિલર છે.
Recent Comments