અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓ પર એક સર્વે રિપોર્ટ તૈયાર કરાયો
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદીઓ પર એક સર્વે રિપોર્ટ તૈયાર કરાયો છે. શહેરમાં બીન ચેપી રોગના દર્દીઓની શું સ્થિતિ છે. તેમજ નવા રોગને કઇ રીતે અમદાવાદીઓ આમંત્રણ આપી રહ્યા છે. તે અંગે એએસમી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. જેમાં ચોંકાવનાર તારણ સામે આવ્યા છે. અમદાવાદીઓ પોતાની જાતે એટલે શરીર માટે કટેલા જાગૃત છે. તેમજ ડાયબીટીસી, કેન્સર, હાઇપર ટેન્શન સહિત બિમારી માટે કેટલાક એલર્ટ છે. તે અંગે જાણકારી મેળવા એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં ચોંકવાનાર તારણ સામે આવ્યા છે. સર્વેમાં શહેરીજનોની ખોટી આદત સામે આવી છે. રીપોર્ટમાં અનેક ઘટસ્ફોટ પણ થયા છે. એએસમી દ્વારા સર્વે કરી એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જે બુકને મેયરના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. એએસમી આરોગ્ય વિભાગ ટીમ દ્વારા શહેરમાં પાંચ હજારથી વધુ લોકોના રેન્ડમલિ સેમ્પલ તેમજ ઇન્ફોમેશન લેવાનાં આવી હતી. જેમા કેન્સર, ડાયાબિટી, હાઇપર ટેન્સન જેવા રોગ કઇ રીતે વધ્યા છે. તે અંગે રિપોર્ટ તૈયાર કરાયો છે.
એએમસી આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે, એએસમી આરોગ્ય વિભાગનો બિનચેપી રોગોને લઈ સર્વેમાં શહેરીજનોની ખોટા આદત સામે આવી છે. હાઇપર ટેન્શન, ડાયાબિટીસ અને કેન્સરને લઈ સ્ટડી કરાઈ હતી. આ સ્ટડીમાં ૫૭૬૦ લોકોએ લીધો ભાગ અને ૫૮ લોકોએ માહિતી આપવાની ના પાડી હતી. આ સર્વેમાં ૨૪ વર્ષથી લઇ ૬૪ વર્ષ સુધીના લોકોનો સમાવેશ છે. સર્વેમાં તારણ બહાર આવ્યુ હતું કે, અમદાવાદીઓમાં તમાકુનું સેવન વધી રહ્યું છે. ૫૭૦૨ લોકોના સર્વે મુજબ ૧૮.૦૩ ટકા લોકો તમાકુનું સેવન કરી રહ્યા છે. જેમાં મહિલાઓ પણ તમાકુના સેવનમાં મોખરે છે. તમાકુના સેવનમાં ૩૩ ટકા પુરુષો સેવન અને જ્યારે ૫.૬ ટકા મહિલાઓ પણ તમાકુનું સેવન કરી રહી છે. શહેરમાં ૫ વ્યક્તિએ એક વ્યક્તિ તમાકુનું સેવન કરી રહ્યો છે. વધુમાં ડો. ભાવિન સોલંકી કહ્યુ હતું કે, સર્વેના આકંડા મુજબ શહેરમાં ૮.૦૫ ટકા લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે. જેમાં ૧૭ ટકા પુરુષો જ્યારે ૧.૦૪ ટકા સ્ત્રીઓ ધૂમ્રપાન કરે છે. ગુટખા અને પાન મસાલા ખાનાર અંદાજીત ૧૭.૯ ટકા લોકો,જેમાં ૫.૬ ટકા મહિલાઓ સમાવેશ થયા છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ જેવા રોગોમાં પણ લોકોની નીરસતા જાેવા મળી છે. સર્વામાં ૬૩ ટકા લોકોએ ક્યારે પણ ડાયાબિટિસ ચેક કરાવ્યું નથી. જ્યારે ૩૭ ટકા લોકો એવા છે કે જેમને ક્યારે પણ બ્લડ પ્રેશર ચેક કરાવ્યું નથી.
ડાયાબિટિસના બોર્ડર સ્ટેજ પર પહોચનાર ૮.૦૨ ટકા લોકો છે. અંદાજિત ૧૩.૦૨ ટકા લોકો આજે પણ ડાયાબિટિસની દવા લઈ રહ્યા છે. સર્વેમાં તારણ આવ્યુ હતું કે શહેરમાં ૮૬ ટકા લોકો એવા છે કે જેમને ક્યારે પણ કોલેસ્ટ્રોલ મપાવ્યું નથી. ૬.૦૪ ટકા લોકો એવા છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ છે. આ ઉપરાંત સર્વાઇકલ કેન્સરને લઈ સ્ત્રીઓમાં બેદરકારી જાેવા મળી છે. શહેરમાં માત્ર ૩ ટકા સ્ત્રીઓએ જ સર્વાઇકલ કેન્સરનું ટેસ્ટિંગ કરાવ્યું છે. શહેરના લોકોમાં શારીરિક નિષ્ક્રિયતા વધુ જેમાં સ્ત્રીઓ મોખરે છે. ૧૫.૦૪ ટકા પુરુષો જ્યારે સ્ત્રીઓમાં ૨૨.૦૬ ટકા શારીરિક નિષ્ક્રિયતા જાેવા મળી છે. મેદસ્વિતા લેવલ વાળા અંદાજીત ૨૫ ટકા લોકો સામે આવ્યા, જેમા મહિલાનું પ્રમાણ વધ્યું છે. વધુમાં ડો ભાવિન સોલંકીએ જણાવ્યુ હતું કે અમદાવાદીઓ જરૂરિયાત કરતાં મીઠું વધુ ખાય રહ્યા છે. મેડિકલ સાયન્સ મુજબ જે માપદંડ છે ૪ અને ૫ ગ્રામ પ્રતિદિનના સ્થાને ૮.૦૨ ગ્રામ મીઠું ખવાઈ રહ્યું છે. જે અનેક બિમારીઓને આમત્રિત આપી રહ્યા છે.
Recent Comments