fbpx
ગુજરાત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં આગ

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વલસાડના પારડી નજીક પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પારડી નજીક આવેલા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં આગ લાગી હતી. અમદાવાદથી બેલગામ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ૧૬ મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.તો બસ ચાલક અને મુસાફરોએ સમય સૂચકતા વાપરી તમામને લોકોને નીચે ઉતારી લીધા હતા.

જેના પગલે કોઈ પણ જાનહાની થઈ નથી. ઘટના બનતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે ૪૮ બે કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જે ઘટના સ્થળ પર પોલીસ સહિત પારડી મામલતદાર પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બે કલાક બાદ બસમાં લાગેલી આગ કાબુમાં આવતા રાબેતા મુજબ હાઈવે શરુ કરવામાં આવ્યો હતો. તો આ અગાઉ પણ અનેક વાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો ગઈ કાલે જ જામનગરના પોશ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભીષણ આગ લાગી હતી. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ૩ ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગરના પોશ વિસ્તારમાં આગ લાગવાથી અફરા તફરીનો માહોલ જાેવા મળ્યો હતો. તો આ તરફ જસદણ પંથકમાં આવેલા એક ગામમાં બંધ મકાનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. બ્લાસ્ટના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. જાે કે આ ઘટનામાં કોઈ જાન હાનિની માહિતી પ્રાપ્તી થઈ ન હતી.

Follow Me:

Related Posts