fbpx
ગુજરાત

અમદાવાદ મેટ્રો ફેઝ-૨ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશેઃ મેટ્રો એમડી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનાં ફેઝ-૨નું ખાતમૂહુર્ત કર્યું હતું. જ્યારે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટને ગાંધીનગર સુધી લંબાવવામાં આવ્યો છે. કુલ ૫૩૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું પરિવહન પણ વધુ સરળ બની જશે. અમદાવાદ ફેઝ-૧ની કુલ લંબાઈ ૪૦.૦૩ કિલોમીટર છે. જેમાં ૬.૫ કિલોમીટરની એક લાઈન માર્ચ ૨૦૧૯ અગાઉ કાર્યરત કરવામાં આવી હતી. જ્યારે, બાકીની ૩૩.૩૩ કિલોમીટરની કામગિરી હાલમાં ચાલી રહી છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં જે તબક્કાને મંજૂરી આપી છે, તેમાં મોઢેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર સુધીના ૨૨ કિલોમીટર લાંબી લાઈનનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં તેને સરદાર વલ્લભભાઈ પટેલ અંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જાેડવાની પણ જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા તબક્કામાં મોઢેરા સ્ટેડિયમ થી જી એન એલ યુ થી ગિફ્ટ સિટી સુધી તે એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર ૨ ની લંબાઈ ૫.૪ કિલોમીટર છે, આ અમદાવાદ નો બીજા તબક્કાનો મેટ્રો ફેઝ ૨

Follow Me:

Related Posts