ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોની માગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે કરેલી કરેલી આક્રમક કાર્યવાહીને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું. માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.

Related Posts