fbpx
ગુજરાત

અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠક મળી

ભારત જાેડો ન્યાય યાત્રાની તૈયારીની સમીક્ષા ઉપર ચર્ચા કરવામાં આવી અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં મળી હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી સાંસદ મુકુલ વાસનિકએ નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટરની તમામ નિમણુકો આગામી ૧૦ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરીને ૨૦ ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ રાજ્ય કક્ષાનું કાર્યકર્તા સંમેલન યોજાશે. આ બેઠકમાં ભારત જાેડો ન્યાય યાત્રાની તૈયારીની સમીક્ષા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

ભારત જાેડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાંથી જે જે જિલ્લા-વિસ્તારમાંથી પ્રસાર થાય ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો સહિત તમામ સામાજીક, સ્વૈચ્છિક સંગઠનના કાર્યકર્તાઓ વધુમાં વધુ જાેડાય તે માટે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન માટે હિમાયત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશના પ્રભારી મુકૂલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું. ભારત જાેડો ન્યાય યાત્રા દ્વારા સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય માટેની આ સંઘર્ષમાં આપણે સૌ જાેડાઈએએ દિશામાં કામ કરશો તેવી અપેક્ષા છે. મતદાન યાદી અપડેટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે.

તમામ આગેવાનો કાર્યકર્તાઓને આ કવાયતમાં સક્રિય રીતે ભાગ લેવાનું આહવાન કરવામાં આવ્યું હતુ. તેમજ ‘ દેશ માટે દાન ‘ મુહિમમાં ભાગ લઈ વધુમાં વધુ યોગદાન આપવા કાર્યકર્તા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જિલ્લા-શહેરના આગેવાનો પાસેથી લોકસભાના ઉમેદવારની પસંદગી માટે નવતર પ્રયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સમીકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોક તાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલા નામોને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવામાં આવશે. જિલ્લામાંથી યોગ્ય નામ આવે તે માટે ગુપ્ત રીતે નામ માંગવામાં આવ્યા હતા. લોકસભાના ઉમેદવાર સાથે લોકસભાની ચુંટણી માટે અભિપ્રાય સાથે ત્રણ રચનાત્મક અને સંગઠનાત્મક સૂચન માંગવામાં આવ્યા હતા. લોકોના આશીર્વાદથી લોકો માટે સંસદમાં ગુજરાતનો અવાજ ઉઠાવે એ માટે સારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પક્ષને નુકશાન ના થાય અને કાર્યકરોની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી શકે તેવો એક નવતર પ્રયત્ન છે. સંગઠનમાં બદલાવને લઈ ને ટૂંક સમયમાં જ સંગઠનમાં ફેરફાર થશે.

લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખ અને સંગઠન માં નિમણુક કરવામાં આવશે.જે લોકો હાલમાં જવાબદારીથી મુક્ત થવા માંગતા હશે જિલ્લા-શહેરમાં ફેરફાર હાથ ધરાશે. સંગઠન સંકલન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રી બી. એમ. સંદીપ, ઉષા નાયડુ, શ્રીમતિ સોનલબેન પટેલ, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, નારણભાઈ રાઠવા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રભારીઓ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષે સંગઠનલક્ષી શરૂ કરેલી પાયાની કામગીરી અને આગામી લોકસભા ચૂંટણી અંગે ધ્યાન લઈ રચનાત્મક સૂચનો કર્યા હતા.

Follow Me:

Related Posts