ગુજરાત

અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર ૨૦૦૦ની નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગીવચેટિયાઓ ૨૦-૩૦ ટકા કમિશન પર નોટો બદલી આપતાં હોવાનો લોકોનો આક્ષેપ

આમ તો બેંકમાં ૨૦૦૦ની નોટ બદલાવવાની મુદત પુરી થઈ ગઈ છે, પરંતુ અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગે છે. દિવાળીના તહેવાર પૂર્વે રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા એક હજારથી વધુ લોકોનો જમાવડો જાેવા મળ્યો. લોકોનો આક્ષેપ છે કે વચેટિયાઓ ૨૦-૩૦ ટકા કમિશન પર નોટો બદલી આપે છે અને ૩-૩ દિવસ સુધી નોટ બદલાવવાનો વારો નથી આવતો. જેથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ લોકો દિવાળી સુધી સામાન્ય બેંકમાં પણ નોટો સ્વીકારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે દરેક વ્યક્તિ પાસે ૨ હજારના દરની ૧૦-૧૦ ચલણી નોટ જાેવા મળી રહી છે, ત્યારે લોકો પાસે ૨ હજાર રુપિયાની નોટ ક્યાંથી આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

Follow Me:

Related Posts