અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવા માગ
અમદાવાદમાં સારી અને સસ્તી ખાનગી હોસ્પિટલ જેવી જ અદ્યતન સુવિધાઓ સાથે સારવાર મળી રહે તેના માટે કરોડો રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (જીફઁ હોસ્પિટલ) બનાવવામાં આવી છે. જેનું વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પ્રાઇવેટ હોસ્પિટલ જેટલો જ ચાર્જ લેવામાં આવે છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા નથી અને હોસ્પિટલ ચાલતી નથી. તેવો આક્ષેપ જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યો છે.
જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, એસવીપી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ખૂબ જ રાહત દરે સારવાર આપવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે એસવીપી હોસ્પિટલમાં અમદાવાદ શહેર અને બહારગામથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને રાહત દરે સારવાર મળે. પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે, આજે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલો જ ખર્ચો જીફઁ હોસ્પિટલમાં થાય છે, જેથી લોકો આનો લાભ મેળવી શકતા નથી. જેથી ઝડપથી આ હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવામાં આવે.
Recent Comments