અમદાવાદ શહેરભરમાં લગાવાયેલા ૪૦૦૦ કેમેરા તમામ ગેરકાયેદસર ચીજવસ્તુઓ પર નજર રાખશે
અમદાવાદ શહેરમાં સીસીટીવી લગાડવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં શહેર પોલીસના ૧૦ પીએસઆઈને પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ હાલ શહેરમાં ક્યાં ક્યાં સીસીટીવી લગાવવા પર સરવે કરી રહી છે. આ કેમેરાની ખાસિયતોની જાે વાત કરવામાં આવે તો, અલગ અલગ ચાર પ્રકારના સીસીટીવી લગાડવામાં આવશે, જેમાં ફિક્સ કેમરા, ઙ્મિદૃઙ્ઘ રેડલાઇટ વાયોલેશ ડિટેક્શન કેચ કેમેરા, ટ્ઠહॅિ ઓટોમેટિક નંબર પ્લેટ રેકેગઝેશબ કેમેરા, ॅંૈ કેમેરા જે ૩૬૦ ડિગ્રી મુવમેન્ટ આપે છે.
આ કેમેરાનું મોનિટરિંગ શહેર પોલીસના ઝોન ડીસીપી અને કન્ટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે. ચોર, લૂંટારા અને આતંકીઓનું સોફ્ટ હંમેશાથી અમદાવાદ રહ્યું છે. આખા દિવસ દરમિયાન અમદાવાદ ના અલગ અલગ ખૂણેના ગુનેગારો કોઈને કોઈ ગુના ને અંજામ આપતા હોય છે. ગુનેગારો ફરાર થવામાં પણ સફળ રહેતા હોય છે. ત્યારે હવે અમદાવાદના ખૂણે ખૂણા પર અમદાવાદ શહેર પર પોલીસની ત્રીજી આંખ સતત એલર્ટ મોડમાં રહે છે. અમદાવાદ દિવસેને દિવસે વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ચોર, લૂંટારા, આતંકીઓ, અસામાજિક તત્વો પોતાના નાપાક મનસૂબા પૂરા કરવા માટે અમદાવાદીઓને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે.
ત્યારે અમદાવાદ કોમ્યુનિલ રાયોટ્સ પણ ભૂતકાળમાં જાેઈ ચૂક્યું છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર નજર રાખવાનું મન મક્કમ કર્યું છે. ભૂતકાળ અને અત્યાર સુધીમાં અમદાવાદીઓ કોઈ પણ ગુનામાં સ્વજનો કે પોતાનો કિંમતી માલ સમાન ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આવી તમામ ઘટનાને હવે અમદાવાદ શહેર પોલીસ પહેલેથી રોકી શકશે અથવા ઘટના ઘટયા બાદ ગુનેગારોને સીસીટીવી કેમેરાના આધારે તાત્કાલિક પકડી લેશે. અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યાર સુધી ૧૪૦૦ કેમેરા સક્રિય હતા. અલગ અલગ જગ્યાએ ત્યારે હવે અમદાવાદ શહેર તેમજ અમદાવાદના પ્રવેશ કરવા અને બહાર નીકળવાના રસ્તા સહિતની જગ્યાઓ પર ૨૮૦૦ કેમેરા બીજા લગાડવામાં આવશે. એટલે કે કુલ ૪ હજાર સીસીટીવી કેમેરા અમદાવાદમાં લગાવાશે. જે ગુનેગારો પર બાજ નજર રાખશે. અમદાવાદ શહેર પોલીસના સેક્ટર-૨ જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું કે, અમદાવાદ શહેર પોલીસની ત્રીજી આંખ તૈયાર થઈ રહી છે.
આ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા લગાડવા માટે અમદાવાદ શહેર પોલીસે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં અમદાવાદના અલગ અલગ ૧૪૦૦ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જે પોઇન્ટમાં જાહેર રોડ, જાહેર જગ્યા, નામચીન ખરીદીની બજારો, આંગડિયા બજાર, ગાર્ડન, ભીડભાડવાળી જગ્યા, મંદિરો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અમદાવાદના મુખ્ય ચાર રસ્તા સહિત અમદાવાદમાં પ્રવેશ કરવાના માર્ગ અને અમદાવાદમાંથી બહાર નીકળવાના માર્ગ પર આ ખાસ ટેકનોલોજીવાળા કેમેરા નજર રાખશે.
Recent Comments