ગુજરાત

અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; ૧૦૦ કિલોથી વધુ સોનુ જપ્ત

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ, ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એજન્સીઓએ ૧૦૦ કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કર્યાના અહેવાલ છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પાલડી વિસ્તારમાં એક શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૪માં બપોરે અઢી વાગ્યે ૨૫ જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓએ ભાડે લીધો હતો. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી.
એજન્સીઓને માહિતી મળી હતી કે, આ ફ્લેટમાં અંદાજિત ૧૦૦થી વધુનું સોનું છુપાવ્યું છે. ત્યારબાદ અહીં છ્જી અને ડ્ઢઇૈંએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અંદાજિત ૧૦૦ કિલો સોનું, અન્ય ઘરેણાં અને અંદાજિત રૂ. ૭૦ લાખથી વધુ રોકડ મળી આવી છે. એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં હવાલા વ્યવહારો પણ બહાર આવે તેવી શક્યતા છે. આ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

Follow Me:

Related Posts