ગુજરાતમાં બેવડી ઋતુના કારણે દર્દીઓથી અનેક હોસ્પિટલો ઊભરાઈ છે. જી હા…અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાથી જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે ફેબ્રુઆરીના ૧૦ જ દિવસમાં ૩૦૦થી વધારે લોકોને ઝાડાઉલટી, કમળો અને ટાઈફોઈડ થયો હોવાની માહિતી મળી રહી છે. એટલું જ નહીં, દાણીલીમડામાં તો કોલેરાનો કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફેબ્રુઆરીના ૧૦ જ દિવસમાં સેંકડો કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડાઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. ૧૦ ફેબ્રુઆરી સુધી ઝાડાઉલટીના ૧૮૪, કમળો ૫૨ , ટાઈફોઈડના ૯૩ અને કોલેરાનો ૧ કેસ નોંધાયો છે. દાણીલીમડા વોર્ડમાં કોલેરાનો કેસ નોંધાયો છે. પાણીજન્ય રોગચાળા માટે દુષિત પાણી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. શહેરના વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા થઈ રહી છે. લાંભા, વટવા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં છસ્ઝ્રની સઘન ચેકીંગ કાર્યવાહી ચાલી રહી છે. તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળામાં નહિવત કેસ છે.
Recent Comments