ગુજરાતમાં ફરી એકવાર સૂર્યનો પ્રકોપ શરૂ થઇ ગયો છે, કોમોસમી વરસાદ અને માવઠાઓની વચ્ચે હવે ફરી એકવાર લોકો સખત તડકામાં શેકાવવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે અમદાવાદમાં આગામી દિવસોમાં ભારે ગરમી પડવાના આગાહી કરવામાં આવી છે, યલો ઓરેન્જ બાદ હવે ઓરેન્જ એલર્ટ માટે લોકોને ચેતવવામાં આવ્યા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં એટલે કે ૧૦ અને ૧૪ મેએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ માટે તમામ ેંૐઝ્ર ખાતે ર્ંઇજીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને કામદારો, કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કાર્યરત શ્રમિકો બપોરના સમયે પોતાના કામ બંધ રાખે એવી પણ માંગ કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શહેરની અલગ અલગ હૉસ્પીટલોમાં હિટ સ્ટ્રૉક વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. એસીમાંથી સીધા ગરમીમાં જનાર લોકોને હિટ સ્ટ્રૉકનો ભોગ બની શકે છે. આ ઉપરાંત જાે ગરમીના દિવસોમાં ચક્કર આવે, તાવ આવે કે પછી માથામાં દુઃખાવા સહિતના લક્ષણો અનુભવાય તે તાત્કાલિક ધોરણે ડૉક્ટરોનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું અને લોકોને બહાર ના નીકળવા અપીલ કરાઈ

Recent Comments