અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂઅમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના ૫૧ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી
અમદાવાદમાં નવા પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જીએસ મલિકે આજે પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો કર્યા છે. પોલીસ સ્ટેશનથી લઈને એજન્સીઓમાં પણ ચાર્જ સંભાળીને બેઠેલા પોલીસ ઈન્સપેક્ટરોની સામૂહિક બદલી કરી દીધી છે. આજે એક સાથે ૫૧ પીઆઈની બદલીના આદેશો જાહેર થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ પોલીસના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડ બાદ હાઈકોર્ટે પણ સુઓમોટો લેતાં પોલીસ કમિશ્નરે એક પણ પોલીસ સ્ટેશનને બાકાત રાખ્યું નથી. સોલાથી સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા, સાયબરક્રાઈમ અને ટ્રાફિકમાં મોટાપાયે બદલીઓ કરી દેવાઈ છે.
અડધી રાતે ઘરે જતા ભાજપના પૂર્વ ધારાસભ્યના ભાઈને ખખડાવીને ૬૦ હજાર રૂપિયા પડાવી લેવાના કેસ બાદ અમદાવાદ પોલીસનું નામ ખરડાતાં આજે મોટા ર્નિણયો લેવાયા છે. આજના આ ઓર્ડર બાદ કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. મલિકે એક ઝાટકે ૫૧ પીઆઈની બદલીનો ધાણવો કૂટતાં પોલીસતંત્રમાં આજે દિવસભર આ બદલીઓ ચર્ચામાં રહી છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના ૫૧ પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ૫૧ પી.આઇ.ની બદલી કરવામાં આવી છે.
સોલા પીઆઈ જેબી અગ્રવાતને કે ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. એમના ટ્રાફિકમાંથી આર. એચ સોલંકીને સોલા પોલીસનો હવાલો સોંપાયો છે. વી જે જાડેજાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવાઈ છે. ચોધરીને વાસણમાંથી પીસીબીમાં ખસેડાયા છે. એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના બીજી ચેતરીયાને ખસેડી એફ ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. એક સમયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં કંટ્રોલ રૂમમાં ચાર્જ સંભાળતા જે.પી. જાડેજાને સીપી રીડર જેવી ક્રિમ પોસ્ટ મળી છે. ક્રાઈમ બ્રાન્ચમાંથી એમએમ સોલંકીને ખસેડીને સરખેજનો ચાર્જ સોંપાયો છે.
જીએસ મલિક નવા સીપી બન્યા બાદ મોટાપાયે પોલીસ તંત્રમાં ફેરફાર થશે એ નક્કી હતું. એમાંયે તોડકાંડમાં અમદાવાદ પોલીસતંત્રનું નામ બદનામ થાય એ પહેલાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી તાત્કાલિક કાર્યવાહી કરી છે. મલિકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર મોટો ર્નિણય લીધો છે. અત્યારસુધીમાં કંટ્રોલરૂમમાં જવાબદારી નિભાવતા પોલીસ ઇન્સપેક્ટરોને મોટાપાયે એજન્સી અને પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. રખિયાલ, બાપુનગર, અમરાઈવાડી, કાગડાપીઠ અને ક્રાઈમ બ્રાન્ચના નવા પીઆઈ જાેવા મળે તો નવાઈ ના પામતા કારણ કે આજે પોલીસ સ્ટેશનમાં મોટા ફેરફારો થયા છે.
Recent Comments