અમદાવાદ સહીતના જીલ્લાઓમાં નેતાઓ દ્વારા વિજય ઉત્સવની તૈયારીઓ શરૂ થઇ
જી એન એસ ન્યુઝ એજ્ન્સી ના એગ્ઝીત પોલ મુજબ ગુજરાત માં ભાજપ ફરી થી જંગી બહુમતી મેળવી સરકાર બનાવશે,ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીના તમામ ઉમેદવારોનું ભાવિ આજે જાહેર થઇ જશે. સવારે ૮.૦૦ વાગે મતગણતરી શરૂ થવાની છે અને જીતના જશનની શરૂઆત થશે જેને લઈ ભાજપ દ્વારા વિજયના ઉત્સવ માટેની તૈયારિયો પુરજાેશ માં શરૂ કરી દેવામાં આવી છે. ઢોલ નગારા, ડીજે, ફટાકડા, ફુલહાર વગેરે માટેના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે. જીત બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિધાનસભા વિસ્તારમાં બાઈક રેલી અને વિજય સરઘસનું આયોજન પણ અત્યારથી નક્કી કરી દેવામાં આવ્યું હોય તેવા સમાચાર સુત્રો દ્વારા મળી રહ્યા છે.
ભાજપનો ગઢ ગણાતી એવી ઘાટલોડિયા, એલિસબ્રિજ, સાબરમતી, મણિનગર, વટવા, નારણપુરા અને વેજલપુર વગેરે વિધાનસભામાં ભાજપના ઉમેદવારોની જીતને લઈ અને અત્યારથી જ કાર્યકર્તાઓએ તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણીના પરિણામ માં માત્ર વોટો ની લીડ નો આંકડોજ આવવાનો બાકી હોય તે પ્રમાણે ની સ્થિતિ જાેવા મળી રહી છે. અમદાવાદ શહેરની પાંચથી સાત વિધાનસભા બેઠકો પર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા એક મીટીંગ કરી અને વિજય ઉત્સવની તૈયારીઓ માટે તેમજ વિજય સરઘસના રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. ફટાકડા અને ડીજેના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે મતગણતરી કેન્દ્રની બહાર તેમજ વિધાનસભા વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવશે.
કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ડીજે અને ફટાકડાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને વિજય સરઘસ માટે પોલીસ પાસેથી પરમિશન પણ માંગી લેવામાં આવી છે. ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મણિનગર, વટવા, સાબરમતી, એલિસબ્રિજ, નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભા પર ૫૦૦૦૦થી વધુની લીડથી ઉમેદવારોનો વિજય થવાનો છે. જેનો ભાજપના કાર્યકર્તાઓ ને વિશ્વાસ છે જેને લઇ અત્યારથી જ તેઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને બેઠક કરી વિજય સરઘસના રૂટ નક્કી કરી તમામ કાર્યકર્તાઓને બાઇક રેલીમાં હાજર રહેવા માટે મેસેજ કરી સૂચના પણ આપી દેવામાં આવી છે. બપોરે પશ્ચિમ વિસ્તારની ત્રણથી ચાર વિધાનસભા બેઠકો પર વિજય સરઘસ કાઢવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.
Recent Comments