અમદાવાદ સાયન્સ સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુઝિકલ ફાઉન્ટેનનું ઉદ્દઘાટન કર્યુઆગામી દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ માટે આ મોટુ આકર્ષણ બનશે
અમદાવાદ સાયન્સ સિટીમાં નવુ આકર્ષણ ઉમેરવામાં આવ્યુ છે. સાયન્સ સિટીમાં મ્યુઝિકલ ફાઉન્ટેનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. સાયન્સ સિટીમાં આ મ્યુઝિકલ ફાઉન્ટેન દેશનો સૌથી મોટો થીમ બેઝ્ડ મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શો છે. જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં મલ્ટી મીડિયા લેસર ફાઉન્ટેન શોનો સમયગાળો ૨૫ મિનિટનો છે.
જે અંતરિક્ષની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેને ૧૦૦૦થી વધુ દર્શકો નિહાળી શકશે. મલ્ટી મીડિયા લેસર શોમાં ૫૦ મીટરનો સેન્ટ્રલ વોટર જેટ ફ્લો, ૮૦૦ રંગબેરંગી લાઈટો, ૧૫ થી વધુ વોટર પેટર્ન આકર્ષણનું કેન્દ્ર બનશે. સાયન્સ સીટી ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી બદરના જણાવ્યા મુજબ દરરોજ એક લેસર ફાઉન્ટેન શોનું આયોજન થશે, જેના માટે ટિકિટના દર ૯૦ રૂપિયા રહેશે. ૨૫ મિનિટના આ શોમા ૫૦ મીટર સુધી પાણી જાેવા મળશે. અંતરિક્ષની થીમ પર બેઝ્ડ આ શોમાં ગ્રહ, અવકાશ, અવકાશયાત્રી દર્શાવવામાં આવશે. આગામી દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ માટે આ મોટુ આકર્ષણ બનશે.
Recent Comments