કોરોના ચેપને કારણે ગુજરાતમાં આરોગ્ય સેવાઓની હાલત ગંભીર જણાય રહી છે. દરરોજ બેકાબૂ કોરોના કેસને કારણે, હોસ્પિટલોમાં તેનું ભારણ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, ગંભીર દર્દીઓ માટે હોસ્પિટલની બહાર રાહ જાેવાનો સમય પણ વધ્યો છે. આવી સ્થિતિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાેવા મળી રહી છે. અહીં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જાેઇ શકાય છે. છેલ્લા ૧૦ દિવસથી ઇમરજન્સી સેવાઓ પર આવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આમાંના મોટાભાગના કોવિડ -૧૯ ના દર્દીઓ છે. આને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૬૦ વધુ એમ્બ્યુલન્સમાં વધારો કરાયો છે. કોરોના દર્દીઓને દાખલ કરાવવા માટે સિવિલ કોવિડ હોસ્પિટલના દરવાજા બહાર ૧૦૮ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ઉભેલી જાેવા મળી રહી છે.
આ દ્રશ્યો કોરોના સ્થિતિની વાસ્તવિકતા દેખાડી રહ્યા છે. વેટીંગમાં ઉભી રહેલી એમ્બ્યુલન્સમાં બેઠેલા દર્દીઓ રાહ જાેઈ રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે અને ક્યારે તેમને સારવાર મળશે.
સિવિલ કેમ્પસ રોજરોજ અનેક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. કોરોનાએ સમગ્ર વ્યવસ્થાને નવેસરથી પારિભાષિત કરવાની જાણે જરૂરિયાત ખડી કરી દીધી છે. હોસ્પિટલમાંથી જ્યારે દર્દીને એક વોર્ડમાંથી બીજામાં ખસેડાતા હોય અથવા તો દર્દી દાખલ થાના ઈન્તેજારમાં હોય ત્યારે શું દશા થતી હોય છે તે તો જેમની પર વીતિ હોય તે જ જાણે.
હાઇકોર્ટ દ્વારા સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી લાઇવ આવીને નવી કેટલીક જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, એપ્રિલ મે સુધીના તમામ તહેવારોમાં જાહેરમાં ઉજવણી પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી જાહેરમાં કરી શકાશે નહી.
જ્યારે ૧૪ એપ્રિલથી લગ્નમાં કુલ ૫૦ લોકો જ હાજર રહી શકશે. બંન્ને પક્ષોના થઇને ૧૦૦ના બદલે હવે ૫૦ લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં ૫૦ ટકા લોકોએ જ કામ કરી શકશે. મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ ૩૦ એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે.
આ અગાઉ મંગળવારે ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના ૬,૬૯૦ નવા કેસ નોંધાયા હતા, જે દરરોજ નોંધાયેલા કેસોમાં સૌથી વધુ છે. આ સાથે, ચેપના કુલ કેસ વધીને ૩,૬૦,૨૦૬ થયા. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોવિડ -૧૯ ને કારણે વધુ ૬૭ દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જેના પગલે મૃત્યુઆંક ૪,૯૨૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજધાની, અમદાવાદમાં ચેપના ૨,૨૫૧ નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૩,૨૦,૭૨૯ લોકો મટાડવામાં આવ્યા છે અને ૩૪,૫૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં ૮૪.૦૪ લાખ લોકોને એન્ટિ-કોવિડ -૧૯ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ૧૧.૬૧ લોકોને અત્યાર સુધીમાં બીજી ડોઝ આપવામાં આવી છે.
Recent Comments