અમદાવાદ સિવિલમાં બાળકો માટે ખાસ ICU સહિતના ૩૦૦ બેડની વ્યવસ્થા કરાઈ

કોરોનાના નામ માત્રથી લોકો ફફડી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નિષ્ણાત દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધવાની ચેતવણી અપાઈ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તથા દિલ્હી જેવા રાજ્યોમાં બાળકોમાં કોરોનાનો ચેપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બાળકોમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈ બાળ આયોગ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે કોરોનાની બીજી લહેરમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન સુરત શહેરમાં ફક્ત ૧૦ વર્ષ સુધીના ૧૬૭૫ બાળકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યાં છે. હાલ બાળકોમાં કોરોના સંક્રમણને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
રાજ્યમાં ફેબ્રુઆરીથી લઈને મે ૨૦૨૧ સુધીમાં ૧૫૦ બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ૩ મહિનામાં ૧૫૦ બાળકો કોરોનો સંક્રમિત થતાં તેમને સારવાર આપવામાં આવી છે. ૫ બાળકોને જન્મતાની સાથે જ કોરોના થતા સારવાર આપવામા આવી હતી. ગુજરાતમાં નવજાત બાળકથી લઈને ૧૨ વર્ષ સુધી બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. પરંતુ એક સારા સમાચાર એ છે કે ૧૫૦ બાળકોમાંથી ૮૦ ટકા બાળકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડમાં પીડિયાટ્રિક વોર્ડ છે. પીડિયાટ્રિક ૈંઝ્રેં વોર્ડ પણ છે. જેમાં જાે આગામી સમયમાં કોરોનાની ત્રીજી વેવ આવશે અને બાળકો કોરોના સંક્રમિત થશે તો એક સાથે ૩૫૦ બાળકોને સારવાર આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા અત્યારથી કરી દેવામાં આવી છે. જાે એડલ્ટમાં થર્ડ વેવ જશે તો બાળકોમાં સંક્રમણ વધશે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં છેલ્લા ત્રણ માસ દરમિયાન સુરત શહેરમાં ફક્ત ૧૦ વર્ષ સુધીના ૧૬૭૫ બાળકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યાં છે. જ્યારે ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર માસ દરમિયાન ફક્ત ૫૬૪ બાળકોમાં કોરોનાનું સંક્રમણ દેખાયું હતું. બાળકોને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટે માતા-પિતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું તબીબોનું કહેવું છે.
Recent Comments