fbpx
ગુજરાત

અમદાવાદ સિવિલ કેમ્પસની યુ.એન. મહેતા હોસ્પિટલના આરએમઓની ધરપકડનું કારણ ચોંકાવનારું

યુ.એન.મહેતામાં આરએમઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડનું કારણ જાણીને ચોંકી ઉઠશો. યુ એન મહેતા હોસ્પિટલમાં RMO ની સાઇબર ક્રાઇમ એ ધરપકડ કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસની પ્રતિષ્ઠિત યુ એન મહેતા હોસ્પિટલ છે જેના RMO ની હોસ્પિટલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામી કરવા બદલના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર કૌશિક બારોટ એ ખોટા આઈડી પરથી હોસ્પિટલને બદનામ કરવાનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનવી ચાલુ રાખ્યું હતું. આ વાતની જાણ થતાં ખળભળાટ મચી ગયો હતો જેથી સાયબર ક્રાઈમે આ મામલે ધરપકડ કરી છે. ખોટા આઇડી બનાવી હોસ્પિટલને બદનામ કરતું લખાણ લખતા હતા. ત્યારે આ બાબતનો ખુલાસો થતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા કેમ કે લાંબા સમયથી આ પ્રકારની બદનામ કરતી પોસ્ટ મૂકવામાં આવતી હતી. જેથી આ મામલે યુ.એન.મહેતા હોસ્પિટલ ના ડાયરેક્ટર આર.કે પટેલ એ સાયબર ક્રાઇમને ફરિયાદ કરી હતી જેની તપાસમાં આ ખુલાસો થયો હતો. અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ ને બદનામ કરવાનું કામ RMO. કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસ ફરિયાદમાં ડોક્ટર કૌશિક બારોટ વિરુદ્ધ આ પ્રકારના આરોપ લાગ્યા છે. એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામ કરતી પોસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી જેમાં યુ.એન.મહેતા ની અંદર ટ્રીટમેન્ટ કરવી એ સારી નથી તેવું તેમણે લખ્યું હતું.

Follow Me:

Related Posts