ગુજરાત

અમદાવાદ સ્વસ્તિક શિશુવિહાર વિદ્યાર્થી પરિવાર.(૧૯૭૩-૧૯૮૫) તરફથી ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ ને સિવિલ હોસ્પિટલ સોલા તથા સિવિલ હોસ્પિટલ અસારવા ને દર્દી નારાયણો માટે ટિફિન સેવારથ અર્પણ કરાયો

અમદાવાદ ગાયત્રી પરિવાર અમદાવાદ:સ્વસ્તિક શિશુવિહાર વિદ્યાર્થી પરિવાર  (૧૯૭૩-૧૯૮૫) તરફથી  તા.૦૮/૧૦/૨૦૨૧ નાં શુભ દિવસે સવારે ૧૦-૦૦ વાગે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ ને સિવિલ હોસ્પિટલ સોલા તથા સિવિલ હોસ્પિટલ અસારવાનાં ટિફિન સેવા રથ રીક્ષા અર્પણ કરાય સિવિલ કેમ્પસમાં આવેલ કેન્સર યુ.એન.મહેતા ઇન્સ્યુટ્યુટ  કાર્ડિયોલોજિસ્ટ (હાર્ટ) તથા મણીબહેન આયુર્વેદિક હોસ્પિટલનાં દર્દીઓ તથા તેમનાં સગાંઓને દરરોજ બપોરે ટિફિન સેવા પહોંચાડવાનું તેમજ ધરે ધરેથી  ટીફીન એકત્રિત કરવાનું કાર્ય કરતી સેવાભાવી સંસ્થાને વિધિવત્ પૂજન ઉદ્ઘાટન કરી સૌ મિત્રો ટ્રસ્ટી મંડળ, કાર્યકર્તાઓએ હાજર રહી ભેગા મળીને આનંદ ઉત્સવ પૂર્વક ઉજવણી દ્વારા ટિફિન સેવારથ રીક્ષા અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના ટ્રસ્ટી આકાશ સરૈયા જેઓ સ્વસ્તિક શિશુ વિહાર સ્કૂલમાં બાલ મંદિરથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધી સાથે ભણેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મિત્રોના સહયોગથી સંપન્ન કર્યો હતો. ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દરરોજ બપોરે ૭૦૦ જેટલા ટીફીન એકત્રિત કરી હોસ્પિટલમાં પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. તેમજ દર બુધવારે સવારે શીરો કેન્સર હોસ્પિટલમાં આપે છે 

Related Posts