ગુજરાત

અમદાવાદ SVP હોસ્પિટલમાં ૫૦ બેડનો કોરોના વોર્ડ તૈયાર કરાયો

ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઇ ભારત સરકાર ચિંતિત બની છે અને ભીડભાળવાળી જ્યાં જગ્યા હોય ત્યાં લોકો માસ્ક પહેરે તેની અપીલ કરવામાં આવી છે. જે પણ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે તે લેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો ન વકરે તેને ધ્યાનમાં રાખી અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અમદાવાદમાં ૪૬ લાખ જેટલા લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવાનો છે પરંતુ તેમાંથી માત્ર ૧૦ લાખ લોકોએ જ ડોઝ લીધો છે. શહેરમાં ૨૫ ટકા લોકોએ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધો છે અને હજી ૭૫ ટકા લોકોને લેવાનો બાકી છે જેથી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો વેક્સીનનો બુસ્ટર ડોઝ લઈ લે. જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યા પર લોકો જાય ત્યાં માસ્ક પહેરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધ્યા છે જેને ધ્યાનમાં કી અને સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં ભીડભાળવાળી વિસ્તારમાં લોકોએ મા સ્ક પહેરવું. જે પણ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે તે લોકોએ બુસ્ટર ડોઝ લઈ લેવાનો રહેશે. અમદાવાદ શહેરમાં ૪૬ લાખ જેટલા લોકો જેઓ બુસ્ટર ડોઝ લઈ શકે છે. જેમાંથી ૨૫ ટકા એટલે કે ૧૦ લાખથી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. ૭૫ ટકા લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે. જેથી લોકોને અપીલ છે કે શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન આપવામાં આવે છે તો ત્યાંથી તેઓ વેક્સીન લઈ શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસોના પ્રિકોશનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અને એસવીપી હોસ્પિટલમાં બેડની તૈયારીઓ કરવામાં આવી છે.

એસવીપી હોસ્પિટલમાં ૫૦ બેડનો એક અલદાયો કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. અગાઉ કોરોના ની પરિસ્થિતિ દરમિયાન એ પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા તે તમામ અત્યારે કાર્યરત છે અને મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યા છે. કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો તૈયાર છે. જે પણ વ્યક્તિને શરદી, ખાંસી અને તાવ જેવું આવતું હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈ રેપીડ એન્જીન ટેસ્ટ કરાવી શકે છે. પ્રિકોશનના ભાગરૂપે તમામ લોકો બુસ્ટર ડોઝ લઈ લે તેવી અપીલ છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર, પ્રાયમરી અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી પર વ્યક્તિ અને ટેસ્ટીંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી તમામ લોકોને અપીલ છે કે તેઓ આ અર્બન હેલ્થ સેન્ટર પર જઈ અને વહેલી તકે વેક્સીન લઈ લે.

Related Posts