અમદાવામાં પત્ની પ્રેમી સાથે નાસી જતાં યુવાને તેની પો.સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આપઘાત કર્યો

અમદાવાદના વટવામાં રહેતા ૪૦ વર્ષીય યુવાને તેની પત્ની પ્રેમી સાથે નાસી જતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાેકે યુવકને પોલીસ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતાં કંટાળીને ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અંતિમ પગલું ભરતાં પહેલાં યુવકે અલગ અલગ પાંચ વીડિયો બનાવ્યા હતાં, જેમાં તેના અને તેની પત્નીના લગ્નજીવન વિશે તેમજ બાળકોની સાથે વાત કરી હતી. આ ઉપરાંત વટવામાં નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ એક પોલીસકર્મચારીએ તેની સાથે જે રીતે વાત કરી એ અંગે પણ વીડિયો બનાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યો હતો.
આ યુવકે લગ્નની તિથિએ જ આ અંતિમ પગલું ભર્યું છે. આ પહેલાં તેમણે પાંચ વીડિયો બનાવ્યા હતા, જેમાં પત્ની સાથે ગાળેલો સમય, બાળકોની ચિંતા અને પરિવારને સંબોધન કરી માફી માગી હતી. આ ઉપરાંત તેમણે વટવા પોલીસની કામગીરી પર પણ એક વીડિયોમાં સવાલ ઊભો કર્યો હતો. પત્નીને સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ જ ભગાડી જઈ ક્યાંક છુપાવી રાખી હોવાનું પણ યુવકે વીડિયોમાં જણાવ્યું છે. હાલ આ બનાવ અંગે વટવા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Recent Comments