fbpx
રાષ્ટ્રીય

અમને મધ્ય પ્રદેશમાં ૧૫૦ બેઠકો મળવાની છેઃરાહુલ ગાંધી

મધ્યપ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

સોમવાર કોંગ્રેસ પાર્ટી માટે બેઠકોનો દિવસ રહ્યો. આગામી દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોના પ્રતિનિધિઓની દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વની સાથે બેઠક યોજાશે. કેન્દ્રીય નેતૃત્વ અને પદાધિકારીઓએ દિલ્હીમાં મધ્યપ્રદેશ અંગે પણ ચર્ચા કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કર્ણાટક બાદ હવે કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમત સાથે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીની જીતની સાથે રાહુલ ગાંધીએ તેમને કેટલી સીટો મળશે તેની પણ આગાહી કરી હતી. કર્ણાટક ચૂંટણીમાં મળેલી સફળતાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું “અમે લાંબી ચર્ચા કરી હતી. અમારું આંતરિક મૂલ્યાંકન એ છે કે અમને મધ્ય પ્રદેશમાં ૧૫૦ બેઠકો મળવાની છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે કર્ણાટકમાં જે બન્યું છે, અમે મધ્યપ્રદેશમાં તેનું પુનરાવર્તન કરવાના છીએ.કર્ણાટકમાં મોટી જીત બાદ કોંગ્રેસ પાર્ટીનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે.

મધ્યપ્રદેશમાં પાર્ટીના ઘણા નેતાઓએ દાવો કર્યો છે કે આ વખતે સત્તા પરિવર્તન બાદ કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં જ રહેશે. આ માટે તેઓ તાજેતરના સર્વેને પણ ટાંકી રહ્યા છે. જાેકે ૧૫૦ સીટોની બમ્પર જીતનો દાવો અત્યાર સુધી પાર્ટીના ટોચના નેતા રાહુલ ગાંધી દ્વારા જ કરવામાં આવ્યો છે.મધ્યપ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં કુલ ૨૩૦ બેઠકો છે, તેથી જીતનો જાદુઈ આંકડો ૧૧૬ છે. કોંગ્રેસ પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં આ જાદુઈ આંકડો હાંસલ કર્યો હતો. રાજ્યમાં કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર પણ બની હતી, પરંતુ તે પાંચ વર્ષ પણ ચાલી શકી ન હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યા બાદ કોંગ્રેસ સરકાર પડી. જાે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે ૧૫૦ સીટોનો દાવો કરી રહી છે. આ વખતે પણ પાર્ટી મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે.

Follow Me:

Related Posts