અમરનાથ યાત્રા ૨૦૨૨ માટે નોંધણી પ્રક્રિયા ૧૧ એપ્રિલથી શરૂ થશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નીતીશ્વર કુમારે આ માહિતી આપી છે. નીતીશ્વર કુમારે કહ્યું કે કોવિડ-૧૯ મહામારીને કારણે બે વર્ષથી બંધ કરાયેલી વાર્ષિક અમરનાથ યાત્રા ૨૦૨૨ ૩૦ જૂનથી શરૂ થવા જઈ રહી છે. બાબા બર્ફાનીની આ યાત્રા ૧૧ ઓગસ્ટે પૂરી થશે. કુમારે એ પણ જણાવ્યું કે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ મહિને ૧૧ એપ્રિલથી શરૂ થશે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે ‘અમરનાથ યાત્રા ૨૦૨૨ ૩૦ જૂનથી શરૂ થશે અને ૧૧ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
૧૧ એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે. યાત્રાળુઓ શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યાત્રી નિવાસમાં ૩,૦૦૦ શ્રદ્ધાળુઓની બેઠક ક્ષમતા છે. બોર્ડની અપેક્ષા છે કે આ વર્ષે સરેરાશ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના મંદિરે દર્શન કરશે. સીઈઓ નીતિશ્વર કુમારે જણાવ્યું હતું કે “યાત્રા માટે રજીસ્ટ્રેશન ૧૧ એપ્રિલથી જેએનકે બેંક, પીએનબી બેંક, યસ બેંકની ૪૪૬ શાખાઓ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકની દેશભરની ૧૦૦ શાખાઓમાં શરૂ થશે. અમે ત્રણ લાખથી વધુ યાત્રાળુઓ આવવાની આશા રાખીએ છીએ. રામબન ખાતે યાત્રી નિવાસ બનાવવામાં આવ્યો છે, જેમાં ૩,૦૦૦ શ્રદ્ધાળુઓ બેસી શકે છે.
ટટ્ટુ ચલાવતા લોકો માટે વીમા કવરેજનો સમયગાળો વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે. તે જ સમયે આ વર્ષે તીર્થયાત્રીઓ માટે વીમા કવચ ૩ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. બાબા બર્ફાનીના દર્શનના પ્રવાસીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. આ માટે તેઓએ સત્તાવાર વેબસાઈટ રંંॅજઃ//દ્ઘાજટ્ઠજહ્વ.હૈષ્ઠ.ૈહ/ પર જવું પડશે. અહીં પહોંચવા પર તેઓએ ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અમરનાથ યાત્રા ઓનલાઈન રજીસ્ટ્રેશન એ એક સરળ પ્રક્રિયા છે અને નોંધણી માટે નીચેની બાબતો જરૂરી છે અને તેઓએ આવા કેટલાક ફોર્મ ભરવાના રહેશે. યાત્રી પાસે તમામ જરૂરી દસ્તાવેજાે હોવા જાેઈએ. જેમાં હેલ્થ સર્ટિફિકેટ અને ફોટોગ્રાફ્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
Recent Comments